જાણીતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનું એક ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. શ્વેતાએ કહ્યું કે, મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યો છે. જોકે, આવું નિવેદન આપવાની જરૂર શું હતી. આ નિવેદનથી શ્વેતા ચર્ચામાં છે. અનેક લોબીમાં એની ચર્ચા થઈ રહી છે. પણ શ્વેતાએ આ લાઈન ક્યા સંદર્ભે કહી એ ઘણાને ખબર જ નથી. મધ્ય પ્રદેશના ભોપાલમાં શ્વેતાની વેબસીરિઝ શો સ્ટોપર મીટ ધ બ્રા ફીટરની લોન્ચિંગ ઈવેન્ટ તે હોસ્ટ કરી રહી હતી.
હવે શ્વેતાના આ નિવેદન પાછળનું સત્ય સામે આવ્યું છે. સલીલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે કહ્યું કે, શ્વેતા તિવારીની જે ક્લિપ પર વિવાદ થઈ રહ્યો છે એમાં થોડું મિસકોમ્યુનિકેશન થયું છે. સ્ટેજ પર હું જ હતો અને મે જ સવાલ કર્યો હતો. મારી સામે સૌરભ રાજ જૈન બેઠા હતા. જે ઘણા માઈથોલોજી શૉ કરી ચૂક્યા છે. મેં એને સવાલ કર્યો હતો કે, ભગવાનથી લઈને સીધો બ્રા ફિટરનો રોલ, એ પછી શ્વેતા તિવારી એનો જવાબ આપ્યો હતો. જી હા, આ જ ભગવાન પાસેથી અમે ફિટિંગ કરાવી રહ્યા છીએ. જે કોન્ટેસન્ટના રેફરન્સમાં હતું. શ્વેતાના આ નિવેદન પાછળનું આ સત્ય પણ સમજવામાં આવે. ટ્વિસ્ટ કરીને એની હેડલાઈન્સ બનાવવાની જરૂર નથી. ભોપાલમાં યોજાયેલી વેબ સીરિઝ લોન્ચ ઈવેન્ટમાં રોહિત રોય, દિવ્યાંગના સૂર્યવંશી, સૌરભ જૈન, શ્વેતા તિવારી, કંવલજી પણ હાજર રહ્યા હતા. સૌરભ અને શ્વેતાએ એક સાથે ખતરો કે ખિલાડી સીઝન 11માં કામ કર્યું હતું. જ્યાં બંને વચ્ચે સારૂ એવું બોન્ડિગ જોવા મળ્યું હતું.
હાલમાં ન માત્ર શ્વેતા પણ એની દીકરી પણ સૈફઅલી ખાનના પુત્ર સાથે એક જ કારમાં જોવા મળતા ચર્ચામાં છે. બિજલી બિજલી સોંગ ફેઈમ પલક તિવારી ગુડ લુકિંગ છે અને સૈફઅલી ખાનના પુત્ર સાથે ડેટ કરી રહી છે. જોકે, આ મામલે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વાસ્તવમાં સૌરભ રાજ જૈને કેટલાક શોમાં ભગવાનની ભૂમિકા ભજવી છે અને આ વેબ સિરીઝમાં તે બ્રા ફિટરની ભૂમિકામાં છે. પણ અહીં એનો કહેવાનો અર્થ કંઈક બીજા ભગવાન પ્રત્યેનો હતો. પણ ખોટું બફાઈ ગયું. હવે મામલો વિવાદમાં છે.

