HomeGujaratજાણો શા કારણે સુરતમાં એક લક્ઝરી બસમાં લાગી હતી ભયાનક આગ

જાણો શા કારણે સુરતમાં એક લક્ઝરી બસમાં લાગી હતી ભયાનક આગ

સુરતના હીરાબાગ વિસ્તારમાં એક લક્ઝરી બસમાં વિકરાળ આગ લાગવાની ઘટનામાં હવે એક મોટો ખુલાસો થયો છે. ફોરેન્સિક વિભાગે પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બસમાં હીરા સાફ કરવાના એસિડના કારણે બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. કાપોદ્રા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ રિપોર્ટ બાદ પોલીસે બસના ડ્રાઈવર, કંડક્ટર અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

FSLને ઘટના સ્થળે મળી આવેલા સેમ્પલોના આધારે પોતાનો રિપોર્ટ તૈયાર કરવાનો હતો. રિપોર્ટમાં FSL એ જણાવ્યું કે, બસમાં કોમર્શિયલ પાર્સલ હતા. જેમાં હીરા સાફ કરવાનું લિક્વિડ એસિડ, સેનેટાઈઝર અને હાઈડ્રોક્લોરિક એસિડ પણ હતું. આ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે. જેના કારણે બસમાં બ્લાસ્ટ બાદ આગ ભડકી હતી. લક્ઝરી બસમાં બ્લાસ્ટ થયા બાદ 58 સેકન્ડમાં જ આગ લાગી હતી. નવદંપતી લગ્ન બાદ હનિમૂનથી પરત ફરી રહ્યું હતું. નવયુવાન પત્ની બસમાં જ ભડથું થઈ ગઈ ગઈ હતી. જ્યારે, પતિ હાલ ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતના હીરાબાગ સર્કલ પાસે GJ04 AT 9963 નંબરની રાજધાની ટ્રાવેલ્સની બસ ઉભી હતી. જેમાં 12 પેસેન્જર બેઠા હતા. જેમાંથી એક ભાવનગરનું કપલ હતું. વિશાલ નવલાની ચાલું બસે કુદી ગયો હતો. જેથી એને મોઢાના ભાગે ઈજ થઈ હતી. પણ પત્ની તાનિયા નવલાણી બસમાંથી કુદી શકી ન હતી. ગંભીર રીતે દાઝી જતા તેનું નિધન થયું હતું. ગોવાથી દંપતિ હનિમુન કરીને ફ્લાઈથી સુરત આવ્યું હતું. જ્યાંથી રાજધાની બસમાં બેસીને ભાવનગર પહોંચવાના હતા.

પણ આ બસ અંતિમ સફર માટેનું માધ્યમ બનશે એવી કોને ખબર હતી. સુરતની હોટલમાં ડિનર લીધા બાદ દંપતી બસમાં ચઢ્યુ હતું. પરંતુ હીરાબાગ સુધી પહોંચતા જ બસ આગની જ્વાળામાં લપેટાઈ હતી. જેમાં તાનિયા નવલાનીનુ મોત થયુ હતું. પોલીસે સીપીઆરસી કલમ 174 મુજબ મોતનો ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બસમાં મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ્સ હતા, જેમાં શોર્ટસર્કિટ થયુ હતુ અને આગ લાગી હતી. જે આગ કંપ્રેસર સુધી પહોંચતા ધડાકો થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW