માળિયા (મી.) પાલિકામાં સુવિધા ના નામે મીંડું છે. ગામમાં રોડ, ભૂગર્ભ ગટર,પાણીની વ્યવથા ખુબજ ખરાબ છે. આ માળિયા (મી.) માં બસસ્ટેન્ડ પણ નથી. તાલુકા પંચાયત કચેરી ભંગાર હાલત માં છે. હોસ્પિટલ માં પુરતી સુવિધા, ડોક્ટર અને દવાઓ નો અભાવ છે .આ ઉપરાંત માળિયા શહેર નેશનલ હાઇવેને જોડતો માર્ગ તે ખુબજ બિસ્માર હાલતમાં છે. વારંવાર રજુઆતો કરવા છતાં તંત્ર માં આ બાબતે કઈ ધ્યાન આપતું નથી.

તો અમારી માંગણી છે કે આ રોડ નું રીપેરીંગ તાતાક્લીક કરવામાં આવે તે માટે યોગ્ય આદેશો કરવા માગણી કરવામાં આવી છે. આ રોડનું કામ તેમજ શહેરમાં ભૂગર્ભ,પાણી રોડ રસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નહી આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપી છે આ બાબતે મોરબીના સામાજિક અગ્રણી અને કોંગ્રેસના આગેવાન કે ડી બાવરવાએ સીએમને લેખિત રજુઆત કરી જિલ્લા કલેક્ટર તેમજ સ્થાનિક તંત્રને કામગીરી માટે આદેશ કરવા રજુઆત કરી છે.

