થોડા દિવસ પહેલા કેનેડા-યુએસની બોર્ડર ઉપર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરતા સમયે કલોલના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યાં હતાં. ત્યારે આ સમગ્ર મુદ્દે હવે રાજકીય વળાંક અપાઈ રહ્યો છે.

થોડા દિવસ પહેલા રાજ્યના પૂર્વ ડે.મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે રાજ્યમાં યુવાનોને તક નહીં મળતી હોવાની કબુલાત આપી હતી. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ હવે કોંગ્રેસ નેતાએ પણ આ અંગે કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યના આઈટી પાસ યુવાનોને રોજગારી નહીં મળતા અમેરિકા, હૈદરાબાદ, બેંગ્લોર તરફ વળી રહ્યાં હોવાનું જણાવ્યું છે.
આ અંગે અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતા બોર્ડર ઉપર બરફના તોફાનમાં થીજી ગયા અને તેમનું દુઃખદ મૃત્યું નિપજ્યાં હતાં. ભાજપના વરિષ્ઠ નેતા અને વર્ષો સુધી મંત્રી રહેલા નિતિનભાઈ પટેલે આ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્યમાં તકોના અભાવે આપણા યુવાનોને વ્યવસાય અને નોકરીની શોધમાં બીજા દેશોમાં જવુ પડી રહ્યું હોવાનું નિવેદન આપતા આ સમગ્ર મામલે રાજકારણ શરૂ થયું છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈએ જે વાસ્તવિકતા કહી અને આ અંગે સલાહ પણ આપી હતી.
रोजगार अवसर के अभाव में,
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 27, 2022
आज गुजरात का IT पास नौजवान सिलिकॉन वैली से लेकर,
हैदराबाद, बेंगलुरु जैसे शहरो में रोजगार ढूंढने के लिए मजबूर है।#27_साल_का_हिसाब_होगा
તેમજ વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના વરિષ્ઠ નેતાના આ નિવેદનને ખોટુ ગણાવી રાજ્યમાં રોજગારીની તકોનું આભાસી ગુલાબી ચિત્ર દર્શાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો આજે કોંગીનેતા અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે, રાજ્યના આઈટી પાસ યુવાનોને રોજગારી માટે અમેરિકાની સિલીકોન વેલી તેમજ ભારતમાં હૈદરાબાદ, બેંગ્લોરમાં પોતાની કારર્કિદી બનાવવા માટે મજબુર બન્યાં છે.

કારણ કે રાજ્યમાં આઈટી ક્ષેત્રે કારર્કિદીની તકો લગભગ શૂન્ય છે. રાજ્યના એન્જિનિયર, એમબીએ થયેલા યુવાનો બેરોજગાર છે. કોમમર્સ કે અન્યશાખાના ગ્રેજ્યુએટ યુવાનોને પણ રોજગારીની પુરતી તકો નથી. તેમજ જે સરકારી નોકરીમાં તકો છે તેમાં પણ કૌભાંડો કરીને ભરતીઓ કરાય છે.

