પાકિસ્તાની જેલમાંથી ત્રણ વર્ષે મુક્ત થયેલા 20 માછીમારો આજે તેમના માદરે વતન પહોંચી ગયાં હતાં. જ્યાં વર્ષો બાદ પરિવાર સાથે મિલન થતા પરિવાજનોના આંખમાંથી હર્ષાસુ વહ્યાં હતાં. આજે મુક્ત થયેલા માછીમારોમાં ઉત્તરપ્રદેશના પાંચ માછીમારોનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો આજે માદરે વતન વેરાવળ પહોંચ્યાં હતાં. જ્યાં ફિશરીઝ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યાં બાદ માછીમારોને તેમના પરિવારજનોને કબજો સોંપ્યો હતો. વર્ષો બાદ પરિવાર સાથે મિલન થતા માછીમાર અને તેમના પરિવારજનોની આંખોમાંથી હર્ષના આસુ વહ્યાં હતાં. જેના કારણે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

ભારતીય જળસીમામાંથી છાશવારે નાપાક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવીને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યાં છે. બંને સરકારો વચ્ચે વાટાઘાટો બાદ સમયાંતરે જેલમાં બંધીવાન રહેલા માછીમારોને મુક્ત પણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે થોડા સમય પહેલા પાકિસ્તાનની સરકારે 20 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ વેરાવળથી ફિશરીઝ વિભાગની ટીમ મુક્ત થતા માછીમારોનો કબ્જો લેવા માટે વાઘા બોર્ડર પહોંચી હતી અને ત્યાંથી અમૃતસરથી ટ્રેન માર્ગે બરોડા લવાયા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને બસ મારફતે વેરાવળ લઈ જવાયા હતાં.
વેરાવળમાં ફિશરીઝ વિભાગે જરૂરી કાગળો કર્યાં બાદ માછીમારોને તેમના પરિવારજનોને સોંપ્યાં હતાં. જ્યાં માછીમારોનું પરિવાર સાથે મિલન થતા બંનેની આંખોમાંથી હર્ષના આસુ વહ્યાં હતાં. થોડા દિવસ પહેલા ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના મૃતક માછીમાર જેન્તી કરશનભાઈ સોલંકીના મૃત થયાના એક માસ જેટલો સમય વિત્યા બાદ પણ મૃતદેહ નહીં મળતા સત્વરે મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવા માટે માગ ઉઠી હતી.

