HomeGujaratમોરબીની સાર્થક વિધામંદિરમાં પત્રકારત્વ કારકિર્દી પર સેમીનારનું આયોજન

મોરબીની સાર્થક વિધામંદિરમાં પત્રકારત્વ કારકિર્દી પર સેમીનારનું આયોજન

સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વમાં કારકિર્દી નામનો કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં કોમર્સના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો .આ સેમિનારમાં મોરબીના વિવિધ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જર્નાલિઝમ અંગે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ પુછેલ  વિવિધ  પ્રશ્નોના  ઉપસ્થિત પત્રકારોએ ખૂબ માહિતી સભર જવાબ આપ્યા હતા.

આ ક્ષેત્રે કેરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની માહિતી મળી હતી.સાર્થક વિદ્યામંદિરમાં કૉમર્સ-સાયન્સના અભ્યાસ દરમિયાન કારકિર્દી માર્ગદર્શન માટે જુદા જુદા કાર્યક્રમોનું નિયમિત આયોજન થતું હોય છે.આ શ્રેણીમાં એક નવા મણકાનો ઉમેરો થયો હતો.

આ સેમીનારમાં મોરબી જિલ્લાના અલગ અલગ મીડિયા સાથે જોડાયેલ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને વિધાર્થીઓને પત્રકારત્વ ક્ષેત્રમાં ભવિષ્ય,કારકીર્દીની તક,ચેલેન્જીસ તેમજ કામગીરી અંગે માહિતી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW