મોરબી જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ નેશનલ અને સ્ટેટ હાઇવે તેમજ વિસ્તારમાં આડેધડ રીફ્લેક્ટર વિનાના પાછળ લાલ લાઈટ વિના તેમજ નંબર પ્લેટ વિનાના ટ્રક બેફામ દોડતા હોય છે અને વાહન ચાલકો સાથે અકસ્માત સર્જી નિર્દોષ લોકોના જીવ લઇ રહ્યા છે . તાજેતરમાં હળવદ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતિને તેમજ બાળકીને હડફેટે લેતા બાળકીનું મોત થયું હતું તેમ છતાં પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

ત્યારે પોલીસે સક્રિય બની હતી અને આવા ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.અગાઉ પણ 37 જેટલા નંબર પ્લેટ વિનાના ટ્રક આઈસર સહિતના વાહન જપ્ત કર્યા બાદ બુધવારના રોજ વધુ નંબર પ્લેટ વિનાના ટ્રક આઈસર તેમજ ટ્રેક્ટર સહીત 24 વાહન જપ્ત કર્યા હતા.અને તેમના વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ 207 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

