કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. તેમણે ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી નવાજવાની જાહેરાત પર અભિનંદન પાઠવ્યા હતા. એમ પણ કહ્યું હતું કે જ્યારે દેશ જાહેર જીવનમાં તેમના યોગદાનને માન્યતા અપાઈ રહી છે. આ વ્યંગાત્મક છે. કોંગ્રેસને એમની સેવાની જરૂર નથી. કોંગ્રેસના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ જી-23 જૂથનો ભાગ હતા, જે પાર્ટીના નેતૃત્વમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા હતા. જાહેર જીવનમાં તેમના યોગદાન માટે કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવી રહ્યા છે.
કપિલ સિબ્બલ પણ આ જ G-23 ગ્રુપનો એક ભાગ છે. તેમણે આજે ટ્વીટ કર્યું છે કે, ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. અભિનંદન ભાઈજાન. આ જ G-23 જૂથનો એક ભાગ રહેલા શશિ થરૂરે પણ ગુલામ નબી આઝાદને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ માટે હાર્દિક અભિનંદન. સાર્વજનિક સેવા માટે બીજા પક્ષની સરકાર દ્વારા સન્માન મળવું એક સારી વાત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મામલે ગુલામ નબી આઝાદ પર કટાક્ષ કર્યો છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચારજીનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે પદ્મ સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે જયરામે કહ્યું કે, યોગ્ય પગલું ભર્યું છે. તે આઝાદ રહેવા માગે છે, ગુલામ નહીં. જોકે, પદ્મ સન્માનને લઈને ફરી એકવખત દેશમાં ચર્ચાનો માહોલ શરૂ થયો છે. આ પહેલા કવિ મુન્નવર રાણાએ પણ સન્માન અંગે વિવાદ ઊભો કર્યો હતો. પણ કપિલ સિબ્બલના આવા નિવેદનથી ફરી ચર્ચાના મુદ્દાઓને વેગ મળે એવા એંઘાણ વર્તાય રહ્યા છે.
જોકે, દેશમાં કોઈ પણ માન સન્માનની વાતને રાજકીય રંગ લાગતા વાર નથી લાગતી. આ અંગે પણ રાજકારણ ગરમાય એવા એંઘાણ છે. જોકે, હજું સુધી ગુલામ નબી આઝાદે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. કોંગ્રેસ નેતા શશી થરૂરે એમની સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી છે. જોકે, એમનું નામ જાહેર થતા જ રાજકીય માહોલમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

