રેલવે વિભાગે રેલ્વેના પરીક્ષાર્થીઓની ફરિયાદોની તપાસ માટે એક સમિતીની રચના કરી છે. ઉમેદવારોના વિરોધ બાદ રેલ્વેએ NTPCઅને કેટેગરી-1ની પરીક્ષાઓ પણ મોકૂફ રાખી છે. ઉમેદવારોના વિરોધ બાદ રેલવે એ NTPC અને કેટેગરી-1ની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષાને લઈને હોબાળો થયો હતો. રેલ્વેએ પરીક્ષાર્થીઓની ફરિયાદોની તપાસ માટે એક સમિતીની રચના કરી છે. બુધવારે રેલવે પ્રવક્તાએ તા.26 જાન્યુઆરી સવારે આ માહિતી આપી હતી કે ઉમેદવારોના વિરોધ બાદ રેલવેએ NTPC અને લેવલ-1ની પરીક્ષા સ્થગિત કરી છે.
રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમિતિ વિવિધ રેલવે ભરતી બોર્ડ RRBs હેઠળની પરીક્ષાઓમાં પાસ થયેલા અને નાપાસ થયેલા લોકોની ફરિયાદોની તપાસ કરશે. તેમણે કહ્યું કે બંને પક્ષોને સાંભળ્યા બાદ સમિતી પોતાનો રિપોર્ટ રેલ્વે મંત્રાલયને સુપરત કરશે. અગાઉ મંગળવારે, રેલવેએ એક સામાન્ય નોટિસ જાહેર કરી હતી. જેમાં નોકરીના ઉમેદવારોને ચેતવણી આપી હતી કે વિરોધ કરતી વખતે તોડફોડ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને રેલવેમાં જોડાવાથી પ્રતિબંધિત કરી દેવાશે. RRB NTPC CBT-1 પરિણામને લઈને યુવાનોનો વિરોધ સતત વધી રહ્યો હતો. બિહારમાં, એક-બે દિવસ માટે, ઘણી જગ્યાએ ટ્રેન રોકાવાની અને પરીક્ષાર્થીઓ દ્વારા રેલવે ટ્રેક જામ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે સાંજે પટણાના રાજેન્દ્ર નગર ટર્મિનલ પર પણ પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો.

આ મામલામાં 500 અજાણ્યા દેખાવકારો વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. વિરોધ કરી રહેલા ઉમેદવારોએ કહ્યું કે, RRB NTPC ભરતી CBT-1 ના પરિણામમાં, ઝોન મુજબના ઉમેદવારોની કુલ સંખ્યાના 20 ગણા ઉમેદવારોને લાયક જાહેર કરવાના હતા. પરંતુ વિવિધ સ્લોટમાં પોસ્ટની સંખ્યાને ધ્યાનમાં લેતા, દરેક સ્લોટ માટે અલગથી 20 વખત ઉમેદવારોને લાયક જાહેર કરવામાં આવ્યા છે. આનાથી પરીક્ષામાં લાયકાત મેળવનારા ઉમેદવારોની વાસ્તવિક સંખ્યા ઘટીને 20 ગણાને બદલે માત્ર 5-6 ગણી થઈ ગઈ છે. જેને લઈને ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, હવે માત્ર મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો જ RRB NTPC ભરતીના બીજા તબક્કા એટલે કે CBT-2 પરીક્ષામાં ભાગ લઈ શકશે.
રેલવે ભરતી બોર્ડે સ્પષ્ટતા કરી છે કે બીજા તબક્કાની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા CBT-2 માટે સાત લાખ જુદા જુદા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉમેદવારને તેની યોગ્યતા અને પસંદગી અનુસાર એક કરતા વધુ સ્તર માટે પસંદ કરી શકાય છે. આથી સાત લાખ રોલ નંબરની યાદીમાં કેટલાક નામો એક કરતાં વધુ યાદીમાં દેખાશે. અંતિમ પસંદગી દરમિયાન, ઉમેદવારને એક પોસ્ટ પર નોકરી મળશે.

