હળવદ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર નગરપાલિકાના નામથી 200 KVAનું વોટર વર્કસનું એચટી કનેક્શન છે. આ કનેક્શન પર વર્ષ વર્ષ ૨૦૨૧ની ફેબ્રુઆરીમાં પાર્ટ બીલ ભરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ આજ દિન સુધીમાં એક પણ બીલ ભરપાઈ કર્યું નથી જે તે વખતે રેગ્યુલર બીલ ભરવાની ખાતરી આપવામાં આવી હ્તીજોકે તેમાં પણ તેઓ ખરા ઉતર્યા નથી હાલ નગરપાલિકાએ એચટી કનેકશનના 82.90 લાખ રૂપિયા તેમજ હળવદ શહેરની પેટા વિભાગીય કચેરીના 18 કનેકશનના 20.08 કરોડ જેટલી રકમ એમ કુલ20.91 કરોડ જેટલી માતબર રકમ પીજીવીસીએલને ભરપાઈ કરવાની બાકી છે પાલિકા દ્વારા આ બીલ ભરપાઈ ન કરતા પીજીવીસીએલ દ્વારા અગાઉ નોટીસ આપી તેમજ રૂબરૂ મુલાકાટ લઈ ભરપાઈ કરવા સુચના અપાઈ છતાં વીજ બીલ ન ભરવામાં આવતા આ અંતિમ નોટીસ મોકલવામાં આવી છે જો પાલિકા દ્વારા 48 કલાકમાં આ રકમ ભરપાઈ નહી કરે તો વિજ કનેક્શન કાપી નાખવાની પણ ચેતવણી આપી છે.
પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ આ નોટીસના 48 કલાક જેટલો સમય પણ સોમવારે સાજે પૂર્ણ થઇ ચુક્યો છે જોકે પાલિકા દ્વારા રકમ ભરપાઈ થઈ ન હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે

