HomeGujaratમાધાપર ચોકડી પાસે બ્રીજનું બાંધકામ કાચું,ભાગ પડ્યો બેને ઈજા

માધાપર ચોકડી પાસે બ્રીજનું બાંધકામ કાચું,ભાગ પડ્યો બેને ઈજા

રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે ગત મોડીરાત્રે ઓવરબ્રીજનું કાચું બાંધકામ ખરી પડતા બે મજૂરને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના સામે આવતા ફરી પૂલની ગુવણત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. આ જ પૂલની બાજુમાંથી શહેરમાં અંદર તથા બહાર જવા ડાયવર્ઝન મૂકાયું છે. જ્યાંથી હજારોની સંખ્યામાં દરરોજ વાહન પસાર થાય છે. આ ઘટના બાદ ફરી એકવખત વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાયા છે.

ગત મોડી રાત્રે રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટ ગણાતા માધાપર બ્રીજ પાસે એક મોટી ઘટના બનતા અટકી ગઈ હતી. જેમાં કાચું બાધકામ ખરી પડતા બે મજૂરને ગંભીર ઈજા થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઓવરબ્રીજનું બાંધકામ નમી જવાના વાવડ મળતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેસીબી જેવા મશીનથી બાંધકામ વ્યવસ્થિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. જોકે, આ મામલે કોંગ્રેસ અગ્રણી હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, આમા ભાજપના મળતીયાઓનું ક્નેક્શન છે. એટલે નબળી ગુણવત્તાનું મટિરિયલ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. અહીં ઓવરબ્રીજનો મેઈન પિલ્લર પડ્યો છે. આ મોટી ઘટના કહેવાય. રાહતની વાત એ છે કે, રાતનો સમય હોવાથી મજૂર અહી કામ કરતા ન હતા. એટલે મોટી જાનહાનિ ટળી છે. અહીં બાજુમાંથી વાહનો પસાર થાય છે. મોટી જાનહાનિ થઈ શકે એમ હતી.અમદાવાદની જેમ રાજકોટમાં બ્રીજનું કાચું બાંધકામ ધરાશાયી થતા લોકોમાં મનમાં અનેક પ્રકાના પ્રશ્નો ઊઠી રહ્યા છે.

નવનિર્માણ થઈ રહેલા ઓવરબ્રીજના 14 નંબરના પિલ્લરનો ભાગ તૂટી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે 4થી 5 વાગ્યાનો આ બનાવ છે. અત્યાર નબળા ભાગને દૂર કરી દેવામાં આવ્યો છે. આ માટે વેલ્ડિંગ અને જેસીબી મશીન કામે લગાવાયા છે. બ્રીજ માટેના બોક્સ ગર્ડરમાં સિમેન્ટ કોંક્રિટ ભરવામાં આવી રહી હતી. સેન્ટ્રિગના લોખંડના સ્ટેન્ડ ફસકી જતા બિંબનો આખો ભાગ પડી ગયો હતો. અત્યારે તો બ્રીજનું કામ ચાલું હોવાથી જામનગર રોડની બંને બાજું સર્વિસ રોડ અપાયો છે. પણ જ્યારે આ ઘટના બની ત્યારે એક ઈકો કાર ત્યાં નીચે દબાતા દબાતા બચી ગઈ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકના થોડા સમય માટે શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટના બનતા બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. એક મજૂરને હાથના ભાગે ઈજા થઈ હતી. ઘટના મોટી થઈ હોય તો ચારથી પાંચ મજૂર દટાઈ જવાની પૂરી શક્યતાઓ હતી. આ ઘટના બાદ બ્રીજના બિંબમાં સળીયા દેખાવા લાગ્યા હતા. મજૂર કાટમાળ ઉપાડી શકે એવી કોઈ સ્થિતિ ન હોવાથી ક્રેઈન અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. મોડી રાત સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. હવે બ્રીજની કામગીરીમાં એવું શું થયું કે, એક સાઈડનો ભાગ પડી ગયો એ ચર્ચા રાજકોટવાસીઓમાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW