સામન્ય લોકો જ નહીં ક્રિકેટ ઉપર પણ પુષ્પા ફિલ્મની એક મોટી અસર જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર તેના ઈન્સ્ટાગ્રામ પર ફની પોસ્ટ પોસ્ટ કરીને ચાહકોનું મનોરંજન કરે છે અને તે ભારતીય સિનેમાનો પણ મોટો ચાહક છે. હાલમાં જ તેલુગુ ફિલ્મ પુષ્પાનો ફિવર તેના પર છે. પુષ્પા ફિલ્મના ગીતોથી લઈને સંવાદો સુધી, તે તમામ પ્રકારના વીડિયો બનાવે છે. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે.
તાજેતરમાં જ તેણે પુષ્પા ફિલ્મના ટ્રેન્ડિંગ ગીત પર હૂક સ્ટેપનો વીડિયો અપલોડ કર્યો છે, જેને દર્શકોએ વખાણ્યો છે. ડેવિડ વોર્નરે ‘શ્રીવલ્લી’ ગીતના હૂક સ્ટેપને કોપી કરીને ડાન્સ કર્યો છે. વીડિયો અપલોડ કરતી વખતે ડેવિડ વોર્નરે લખ્યું, ‘પુષ્પા થઈ ગયુ, હવે આગળ શું કરવું?’ આ હૂક સ્ટેપ પર ટિપ્પણી કરતા પુષ્પા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુને પણ તેની પ્રશંસા કરી છે. આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદના તેના સાથી ખેલાડીઓ શ્રીવત્સ ગોસ્વામી અને ખલીલ અહેમદે કોમેન્ટ કરી હતી. ખલીલ અહેમદે લખ્યું કે બહુ સારૂ ભાઈ, ગોસ્વામી હસી પડ્યા અને વખાણ કરતા લખ્યું કે ખલીલ અહેમદને શ્રેષ્ઠ ટક્કર આપવામાં આવી છે. હું જોઉં છું કે તમે તમારા ચંપલમાં અટવાઈ ગયા છો. ડેવિડ વોર્નરને સોશિયલ મીડિયા હેન્ડલ પર ફની પોસ્ટ શેર કરવાની આદત છે. તેણે એક વીડિયો શેર કર્યો જેમાં તે સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની આગામી સાઉથ ફિલ્મ ‘પુષ્પા’ની ક્લિપ્સમાં જોવા મળી રહ્યો છે. અનુભવી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની એક ફની કોમેન્ટ તેના વીડિયો પર જોવા મળી હતી. તેણે વોર્નરને પૂછ્યું કે શું તે ઠીક છે.
આ સિવાય વર્નરે અન્ય એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં અલ્લુ અર્જુનના ફિલ્મ અંદાજમાં એનો સિન જોવા મળે છે. હકીકતમાં આ એક એડિટેડ વીડિયો છે. જેમાં અલ્લુ અર્જુનના બદલે ડેવિડ જોવા મળી રહ્યો છે. જે રીતે અર્જુન એક્ટિંગ કરી રહ્યો છે. એ જ પ્રતિકૃતિ ડેવિડ કરે છે. જોકે, આને પુષ્પા ફિલ્મની સમાજ પર અસર કહી શકાય. જેમાં સેલિબ્રિટી તો ઠીક ક્રિકેટ જગતના અનેક કલાકારો પણ એના હુક સ્ટેપ અને સ્ટાઈલ ફોલો કરી રહ્યા છે.

