HomeGujaratજંગલના રાજાને કોરોનાથી બચાવવા માટે સક્કરબાગમાં વેક્સીન ટ્રાયલ

જંગલના રાજાને કોરોનાથી બચાવવા માટે સક્કરબાગમાં વેક્સીન ટ્રાયલ

કોરોના મહામારી દેશમાં કહેર વર્તાવી રહી છે. કોઈ પણ સુરક્ષિત નથી, માણસની સાથે સાથે હવે પ્રાણીઓને પણ વેક્સીન આપવાની પ્રક્રિયા જૂનાગઢના સક્કરબાગથી શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસથી ચેન્નઈના પ્રાણી સંગ્રહાલયમાં બે સિંહોના મોતના દાવા પછી કેન્દ્રએ હરિયાણાના હિસારમાં ICAR-નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઈક્વિન્સ (NRCE) તરફથી પ્રાણીઓ માટે વિકસિત વેક્સીન આપવાનું નક્કી કર્યું છે.

જૂનાગઢનું સક્કરબાગ દેશના એ છ પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે જ્યાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા વેક્સીનની અસરકારકતા ચકાસવા સિંહ અને દીપડા પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જ્યાં દેશમાં સિંહ સંવર્ધન માટે નોડલ સુવિધા છે, 70 થી વધુ સિંહ અને 50 દીપડા અહીં જંગલમાં રહે છે. જોકે, ટ્રાયલ માત્ર 15 પ્રાણીઓ પર જ વેક્સીનેટ કરવામાં આવશે. પ્રાણીઓ માટે તૈયાર કરવામાં આવેલી આ રસી બે ડોઝમાં આપવામાં આવશે. બંને ડોઝની વચ્ચે 28 દિવસનો ગેપ રાખવામાં આવશે. બીજો ડોઝ આપ્યા પછી પ્રાણીઓને લગભગ બે મહિના સુધી એન્ટિબોડીઝ માટે અવલોકન કરવામાં આવશે.

આ દરમિયાન એમના પર ખાસ વૉચ રાખવામાં આવશે. આ માહિતીની ખાતરી કરતા, અભિષેક કુમાર, નાયબ વન સંરક્ષક કે જેઓ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના ડિરેક્ટર પણ છે જણાવ્યું કે “અમને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) તરફથી આ બાબતે જાણકારી મળી છે. પ્રાણી સંગ્રહાલય સિંહ અને દીપડા પર વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ માટેનું કેન્દ્ર હશે. મંત્રાલય તરફથી અંતિમ મંજુરી મેળવ્યા પછી ટ્રાયલ શરૂ થશે.” જૂન 2021માં ચેન્નઈના વાંડાલુર પ્રાણી સંગ્રહાલયમાં 15 સિંહ કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા હતા. એ પછી આ સૂચના આપવામાં આવી હતી, આ 15 સિંહ પૈકી બે સિંહ મૃત્યુ પામ્યા હતા. સિંહ, વાઘ અને દીપડા માટે રસી વિકસાવ્યા પછી હિસારના રિસર્ચ સેન્ટરે આ તૈયાર કરેલી ઇનએક્ટિવેટેડ SARS-CoV-2 રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે MoEFCC ને અરજી કરી હતી.

ટ્રાયલ માટે પસંદ કરાયેલા અન્ય પાંચ પ્રાણી સંગ્રહાલયો દિલ્હી, બેંગલુરુ, નાગપુર, ભોપાલ અને જયપુરના પ્રાણી સંગ્રહાલયો સામેલ છે. દરમિયાન, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને હજુ પણ પ્રાયોગિક રસી આપવાનો પ્રોટોકોલ મળ્યો નથી. “જોકે એ સ્પષ્ટ છે કે પાંજરામાં રહેલા પ્રાણીઓને જ રસી આપવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં તે જંગલ રહેતા સિંહ સહિતના પ્રાણીઓને આપવામાં આવશે નહીં. જો કે, જો કોઈ પકડાયેલ સિંહ દીપડામાં કોવિડના લક્ષણો દેખાશે, તો યોગ્ય મંજૂર મળ્યા પછી જ તેને રસી આપી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW