મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના મહામારી એટલું ગંભીર સ્વરૂપ લઈ લીધું છે કે દિન પ્રતિદિન જિલ્લામાં નવા કેસ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં બુધવારે કુલ 265 કેસ નવા આવ્યા છે. આ 265માં માત્ર મોરબી શહેરમાં 122, ગ્રામ્યમાં 88 કેસ આવ્યા હતા વાંકાનેર શહેર ગ્રામ્યમાં 9-9 કેસ,હળવદ ગ્રામ્યમાં 14 કેસ,ટંકારામાં 15 કેસ,માળિયામાં 8 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં બુધવારના રોજ એક્ટિવ કેસનો આકડો 1047 પર પહોંચી ચુક્યો છે.જોકે રાહતની વાત એ છે કે જિલ્લામાં 102 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.85 મોરબી શહેરમાં,વાંકાનેરમાં 12 ટંકારા હળવદમાં 2-2 અને માળીયામાં એક દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજ દિન સુધીની સ્થિતી જોઈએ તો 4,62,598 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી 7959 દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6571 દર્દી સ્વસ્થ થયા છે.

