HomeGujaratરાજકોટમાં રસ્તા ઉપર 1 કિલોમીટર સુધી ઢોળાયું ઓઈલ, અનેક વાહનો ચાલકો સ્લિપ...

રાજકોટમાં રસ્તા ઉપર 1 કિલોમીટર સુધી ઢોળાયું ઓઈલ, અનેક વાહનો ચાલકો સ્લિપ થયા

રાજકોટના જામનગર રોડ ઉપર બપોરના સમયે ટેન્કરમાંથી ઓઈલ ઢોળાતા અનેક વાહનચાલકો સ્લીપ થયા હતા. પોલીસ અને ફાયરના સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો. રસ્તા ઉપર ઢોળાયેલા ઓઈલ ઉપર પાણીનો મારો ચલાવીને તેને દુર કર્યું હતું.

જામનગર રોડ ઉપર બપોરના સમયે એક ટેન્કરમાંથી ઓઈલ ઢોળાયું હતું. ઓઈલ ઢોળાવાના કારણે 1 કિલોમીટર સુધીનો રસ્તો ઓઈલવાળો થઈ ગયો હતો. રસ્તા ઉપર ઓઈલ ઢોળાવાથી બે રિક્ષા અને અનેક મોટરસાઈકલ સ્લિપ થયા હતાં. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયું હતું. તેણે રસ્તા ઉપર પાણીનો મારો ચલાવીને ઓઈલને સાઈડમાં ખસેડ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW