સાઉથ સુપરસ્ટાર યશની ઓળખ કોઈને આપવાની જરૂર નથી. જ્યારથી ફિલ્મ KGFનો બીજો ભાગ આવવાનું એલાન થયું છે ત્યારથી એનો સ્વેગ અને સ્ટાઈલ્સ ચર્ચામાં છે. પર્સનાલિટી, અભિનય અને ડાયલોગ ડિલેવરીથી તેણે અનેક યુવાનોના દિલમાં સ્થાન કાયમ કર્યું છે. જોકે, હકીકત એવી પણ છે કે, આ ફિલ્મ સિનેજગતમાં મોટી ચર્ચા જગાવી હતી. ફિલ્મ પણ સુપરહીટ થઈ હતી. આ ફિલ્મ પછી યશના ફોલોઅર્સની સંખ્યા રાતોરાત વધી ગઈ હતી. યશનું સાચું નામ નવીનકુમાર ગૌડા છે.

હાલમાં તે એક રોયલ કહેવાતી લાઈફસ્ટાઈલ જીવે છે. રાજાની જેમ રહે છે. એનું ઘર પણ કોઈ રાજાના પેલેસથી કમ નથી. તે ખૂબ જ આલિશાન ઘરમાં રહે છે. ફિલ્મ KGF હીટ થયા બાદ તેણે બેંગ્લુરૂમાં એક આલિશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ હતું. આ એપાર્ટમેન્ટ અનેક વખત હેડલાઈન્સમાં પણ રહ્યું છે. આ ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. એટલું જ નહીં ઘરનું ઈન્ટિરિયર પણ કોઈ હોટેલને ટક્કર મારે એવું છે.

બેંગ્લુરૂ સિટીના અતિ પોશ ગણાતા વિસ્તાર કોલોની પ્રેસ્ટિજ ગોલ્ફમાં ફ્લેટ છે. જે વિન્ડસર મેનોરમાં આવેલું છે. એક રીપોર્ટ અનુસાર આ લક્ઝરી એપોર્ટમેન્ટની કિંમત આશરે રૂ.6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

આખું ઘર ટ્રેડિશનલ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. દરેક ખૂણામાં એક અનોખો અહેસાસ થાય છે. એના ઘરમાં એક ઈન્ડિયન કલ્ચર પણ જોવા મળે છે. પૂજા માટે કરવા માટે એક અલગ રૂમ બનાવ્યો છે.

KGF ફિલ્મના રોકીભાઈના ઘરમાં એક મસ્ત બાલ્કની છે. જેને ગ્રીકટચ સાથે તૈયાર કરવામાં આવી છે. અહીંથી સમગ્ર બેંગ્લુરૂ સિટીનો નજારો જોઈ શકાય છે.
યશે પોતાના ઘરમાં રસ્ટિક ફ્લોરિંગ કરાવ્યું છે. દરેક દિવાલ જાણે કોઈ સ્ટોરી કહેતી હોય એવું જોવા મળ્યું છે. દરવાજાને પણ એક રોયલ લુક આપવામાં આવ્યો છે. આ માટે એક ડાર્ક થીમ ફોલો કરવામાં આવી છે.

ચોક્કસ જગ્યાએ લાઈટિંગ કરવામાં આવ્યું છે. જેથી દરેક ખૂણો હાઈલાઈટ થાય. જિયો મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને ઘરને અગલ અંદાજ આપવામાં આવ્યો છે. મોર્ડન લુકની સાથે એક ટ્રેડિશનલ ટચ પણ આપવામાં આવ્યો છે.
જ્યારે યશ ફિલ્મના શુટિંગમાંથી ફ્રી થાય છે ત્યારે અહીં પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવે છે. ઘણી વખત તેણે પોતાની બાલ્કનીમાંથી પણ ફોટો શેર કર્યા છે.

