ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ મેચમાં મોટી પછડાટ મળી છે. ટીમે 2-1થી સીરિઝ ગુમાવી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમની નજર વન સીરિઝ જીતવા પર છે. કેપ્ટન કે.એલ. રાહુલના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા પાસે એક ઈતિહાસ બનાવવાની મોટી તક છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વન ડે સીરિઝ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. રાહુલના નેતૃત્વમાં ટીમ ત્રણેય મેચ જીતવા માટે મેદાને ઊતરશે. વિરાટ કોહલી માટે આ સીરિઝ ખૂબ જ ખાસ છે. કારણ કે, વન ડેની કેપ્ટનશીપમાંથી દૂર થયા બાદ તેની આ પહેલી સીરિઝ છે.
ODI MODE 🔛
— BCCI (@BCCI) January 17, 2022
We are here at Boland Park to begin prep for the ODIs 👍🏻#TeamIndia | #SAvIND pic.twitter.com/psMVDaNwbc
હવે એના પર ટીમની જવાબદારી નથી એટલે જોવાનું એ છે કે, તે કેવી પાવરફૂલ બેટિંગ કરી શકે છે. BCCIએ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ સેશનની તસવીર પોસ્ટ કરી છે. જેમાં કેપ્ટન કે.એલ. રાહુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. એની સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તથા અન્ય ખેલાડીઓ પણ એને ધ્યાનથી સાંભળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, વિરાટ કહોલી પણ અન્ય પ્લેયરની જેમ સર્કલમાં ઊભો છે અને કેપ્ટનને ધ્યાનથી સાંભળી રહ્યો છે. સામે આવેલી તસવીરમાં કોહલી સાથે શ્રેયસ અય્યર પણ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ તસવીર પોતાના ટ્વિટર પર પોસ્ટ કરી છે. વર્ષ 2017 પછી પહેલી વખત એવું બની રહ્યું છે કે, વિરાટ કોઈ બીજા વ્યક્તિના નેતૃત્વ હેઠળ રમવાનો છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાદ કે.એલ. રાહુલ જ બીજો એવો ખેલાડી છે જેના નેતૃત્વમાં વિરાટ કોહલી કોઈ મેચ રમવા માટે મેદાન પર ઊતરશે. જ્યારે સાઉથ આફ્રિકા માટે ટીમનું એલાન થયું હતું ત્યારે વિરાટ કોહલીને વન ડેની કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે T20 માટે વિરાટે સામેથી કેપ્ટનશીપ છોડી દીધી હતી.
એવામાં સિલેક્ટર્સે વ્હાઈટ બોલ ફોર્મેટ માટે એક જ કેપ્ટન રાખવા માટે નિર્ણય કર્યો. આ પગલાંને યોગ્ય માન્યુ. પછી રોહિત શર્માને જવાબદારી સોંપી દેવામાં આવી. જોકે, હવે વિરાટે ટેસ્ટમાંથી પણ કેપ્ટનશીપ છોડી દીધી છે. સાઉથ આફ્રિકા ટુર શરૂ થતા પહેલા કોહલી વનમાં રમશે કે નહીં એ અંગે આશંકા હતી. પણ વિરાટે અનેક અટકળોને બ્રેક મારીને સ્પષ્ટ કર્યું કે, તે વન ડે સીરિઝ અવશ્ય રમશે. તા.19 જાન્યુઆરીના રોજ ભારતની સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન ડે મેચ છે. પાંચ દિવસમાં કુલ ત્રણ મેચ પૂરી થઈ જશે. તા. 19મીએ પહેલી મેચ, એ પછી બીજી મેચ તા.21મીએ અને અંતિમ વન ડે તા.23 જાન્યુઆરીના રોજ છે. રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાને કારણે જવાબદારી કે.એલ. રાહુલને સોંપવામાં આવી છે. તા.19 જાન્યુઆરીએ પહેલી મેચ બોલેન્ડ પાર્કમાં રમાશે, બીજી મેચ તા.21 જાન્યુઆરીના રોજ બોલેન્ડ પાર્કમાં રમાશે. અંતિમ મેચ તા. 23 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં રમાશે.
વન ડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ
કે.એલ. રાહુલ (કેપ્ટન)
જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન)
શિખર ધવન,
ઋતુરાજ ગાયકવાડ,
વિરાટ કોહલી,
સૂર્યકુમાર યાદવ,
શ્રેયસ ઐય્યર,
વૈંકટેશ ઐય્યર,
રિષભ પંત,
ઈશાન કિશન,
યુજવેન્દ્ર ચહલ,
રવિચંદ્રન અશ્વિન,
ભૂવનેશ્વર કુમાર,
દીપક ચાહર,
પ્રસિદ્ધ કૃષ્ણા,
શાર્દુલ ઠાકુર,
મોહમ્મદ સિરાજ,
જયંત યાદવ,
નવદીપ સૈની

