HomeNationalInter Nationalસારા સમાચાર/ ધીમી પડી રહી છે વિશ્વમાં કોરોનાની સ્પીડ, WHOએ શેર કર્યો...

સારા સમાચાર/ ધીમી પડી રહી છે વિશ્વમાં કોરોનાની સ્પીડ, WHOએ શેર કર્યો નવો ડેટા

વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરમાં લોકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યાં છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો સામે આવી રહ્યાં છે. જણાવાઈ રહ્યું છે કે, આ વેરિયન્ટ ડેલ્ટાથી ઓછો ખતરનાક છે પરંતુ તે વધુ સંક્રમણ ફેલાવે છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી એક સારા સમાચાર સામે આવ્યાં છે. WHOએ કહ્યું છે કે આફ્રિકામાં ચોથી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

6 સપ્તાહના વધારા બાદ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ દ્વારા સંચાલીત ચોથી લહેર હવે ધીમી પડી છે. 11 જાન્યુઆરી સુધી આફ્રિકામાં 10.2 મિલિયન કોવિડ-19ના કેસો સામે આવ્યાં છે. દક્ષિણ આફ્રિકા જ્યાં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. તો છેલ્લા એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યામાં 14 ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણ આફ્રિકામાં જ્યાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો સૌથી પહેલા સામે આવ્યો હતો ત્યાં પણ સાપ્તાહિક સંક્રમણોમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. પૂર્વી અને મધ્ય આફ્રિકાના વિસ્તારોમાં ઘટાડો નોંધાયો છે. જો કે ઉત્તર અને પશ્વિમ આફ્રિકાના વિસ્તારોમાં તેજી જોવા મળી રહી છે. ઉત્તરી આફ્રિકામાં વિતેલા સપ્તાહમાં 121 ટકાની વૃદ્ધિ દેખાઈ છે. તેને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્યાં વધારે રસીકરણની વાત કરી છે.

આફ્રિકામાં WHOના પ્રાદેશિક નિર્દેશક ડૉ. મત્શિદિસો મોઈતિએ કહ્યું છે કે, શરૂઆતના સંકેતો જણાવી રહ્યાં છે કે ચોથી લહેર ઝડપી અને ટૂંકી રહી છે. પરંતુ તેમાં અસ્થિરતાની ઉણપ નથી. આફ્રિકામાં મહામારીથી નીપટવા માટે મહત્વપૂર્ણ ઉપાયોની જરૂરત છે. તે અત્યારે પણ યથાવત્ત છે. પરંતુ એ પહેલા પણ જરૂરી છે લોકોને જલ્દીથી જલ્દીથી કોરોના વેક્સિન લગાવી. WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ઈડનોમ ધેબિયસે પણ તાજેતરમાં જ ચિંતા વ્યક્ત કરી હતી કે આફ્રિકામાં 85 ટકાથી વધારે આબાદી એટલે કે અંદાજે એક અરબ લોકોને હજુ સુધી રસી લાગી નથી. સમગ્ર મહાદ્વિપની આબાદીના 10 ટકા જ લોકો વેક્સિનેટેડ થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW