HomeGujaratYouTube પર આ વીડિયો 1000 કરોડ વખત જોવાયો,તમે જોયો?

YouTube પર આ વીડિયો 1000 કરોડ વખત જોવાયો,તમે જોયો?

વીડિયો સ્ટ્રિમિંગ સાઈટ અને એપ્લિકેશન યુ ટ્યુબે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વીડિયોબેઝ વેબસાઈટ પર એક વીડિયો 1000 કરોડ વખત જોવાઈ ચૂક્યો છે. 1000 કરોડ વખત જોવાયો હોય એવો આ યુટ્યુબનો પહેલો વીડિયો છે. અત્યાર સુધીમાં કોઈ વીડિયો યુટ્યુબ પર આટલી વખત જોવાયો નથી. યુટ્યુબમાં જે વીડિયો સૌથી વધુ વખત જોવાય છે એ તમામ ક્લિક અને વ્યૂનો રેકોર્ડ યુટ્યુબ રાખે છે.

આ વખતે જે રેકોર્ડ સામે આવ્યો છે તેમાં Baby Shark વીડિયોની વાત કરવામાં આવી રહી છે. નવેમ્બર 2020માં Baby Shark વીડિયો યુટ્યુબ પર સૌથી વધારે વખત જોવાયો હતો. જેના કારણે આ વીડિયોએ એક અસાધારણ કહી શકાય એવો રેકોર્ડ બનાવ્યો છે. આ વીડિયોની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને 10013423248થી વધુ વ્યૂ મળ્યા છે. આ વીડિયો પર 32 મિલિયનથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. Baby Sharkથી પહેલા Despacito વીડિયોને 7.7 બિલિયન વ્યૂ મળ્યા હતા. પણ Baby Shark એ એની ઓવરટેક કરી લીધી છે. જો Baby Sharkને પછાડવા હોય તો Despacitoએ લોરપ્રિયતા વધારવા માટે ભારે મહેનત કરવી પડશે. યુટ્યુબ પર સૌથી વધારે જોવાતા વીડિયોની વાત કરવામાં આવે તો હજું પણ Baby Shark પહેલા ક્રમે છે એ પછી Despacito છે. એના પછી ED Sheeran’s Shape of youનો ક્રમ આવે છે. સૌથી વધારે વખત જોવાતા વીડિયોમાં See you Again by Wizi khalifa Ft. Charlie puth ચોથા ક્રમે છે.

The Best of Baby Shark just topped Billboard. Here's how it went viral. -  Vox

યુટ્યુબ પર ભારતીય મ્યુઝિક કંપની T Seriesના સૌથી વધારે સબસ્ક્રાઈબર્સ છે. જે સૌથી વધુ જોવાતી અને સર્ચ થતી ચેનલ પૈકી એક છે. જેના 204 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. જોકે, આ વીડિયોએ વૈશ્વિક ખ્યાતિ મેળવી છે. આમ તો આ વીડિયો બાળકોનો છે પણ એના વિઝ્યુઅલ્સ બીજા કોઈ વીડિયોને પણ ટક્કર મારે એવા છે. બાળકોમાં હજુ પણ આ વીડિયો સૌથી વધારે પોપ્યુલર રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW