ફેશન દીવા ઉર્ફી જાવેદનો આક્રમક અંદાજમાં આવી રહી છે. આ દિવસોમાં ઉર્ફી તેના સ્ટાઇલિશ કપડાં કરતા તેના દબંગ અંદાજને કારણે વધુ હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં તે એરપોર્ટ પર એક હાથમાં ગીતા અને ‘જાવેદ અખ્તર’ નામની ટી-શર્ટ પહેરીને જોવા મળી હતી. એની આ તસવીર ઈન્ટરનેટ યુઝર્સ પચાવી ન શક્યા એટલે ઉર્ફીએ એ સ્ટ્રોંગ મેસેજ શેર કરી દીધો હતો. તેણે ધર્મના નામે હિંસા કરનારાઓને સંદેશો આપ્યો છે.
ઉર્ફીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, ‘જો તમે હિંદુ હોવાને કારણે નફરત કરો છો તો હું હિંદુ છું. જો તમે મુસ્લિમ હોવાના કારણે મુસ્લિમને નફરત કરો છો, તો હું મુસ્લિમ છું. જો તમે લોકોને તેમના જન્મના આધારે નીચલી જાતિ તરીકે ઓળખો છો તો હું દલિત છું. હું તે વ્યક્તિ છું જેને તમે નફરત કરો છો. પણ મારૂ અસ્તિત્વ રહેશે. હું હંમેશા રહીશ માનસિક શાંતિ માટે તમારે તમારી જાતને બદલવી પડશે. હું જે છું તે જ છું.

શાંતિથી રહો અથવા પોતાની ઈર્ષાની કે નફરતની આગમાં બળ્યા રહો. હું અહીં જ રહીશ. જોકે ઉર્વશીએ આ મેસેજ કોને સંબોધીને કર્યો છે અને તેનો શું સંદર્ભ નીકળે છે એનો અંદાજો લગાવી શકાય એમ નથી. આ પહેલા પણ ઉર્ફી ધર્મને લઈને નિવેદન આપી ચૂકી છે જે એ સમયે ચર્ચામાં રહ્યા હતા. તેણે કહ્યું હતું કે તે એક કન્ઝર્વેટિવ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમ છતાં તે કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માગતી નથી. તેણે એક એવી પણ ચોખવટ કરી કે હાલના દિવસોમાં તે ભગવદ ગીતા વાંચી રહી છે.
ઉર્ફી એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ક્યારેય મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માગતી નથી. હું ઇસ્લામને માનું છું પણ કોઈ ધર્મ અને એવી રીતે ફોલો કરતી નથી. તેથી મને કોઈ ચિંતા નથી કે હું કઈ વ્યક્તિને પ્રેમ કરું છું. આપણે એ જ વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ છે ખરેખર આપણને ગમતી હોય. ઉર્ફીએ પોતાના લુકને લઈને પણ વાત કહી હતી તેનું એવું માનવું છે કે ઇન્ટરનેટ પર લોકો એને એટલા માટે કપડાને લઈ ટ્રોલ કરે છે કારણ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં એનો કોઇ ગોડફાધર નથી. આની પાછળ એનું મુસ્લિમ હોવું પણ એક કારણ હોઇ શકે છે.

