મોરબીના લાયન્સ નગરમાં રહેતા રુદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના યુવાને ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી હતી જે બાબતે આ સાગર નવઘણ ભરવાડ,રાજેશ હિતેશ રબારી,જીગર જીલુ ગોગરા,ફૈઝલ સંધી,ડેનીસ કિશોર મિસ્ત્રી,રોહિત જીવણદાસ બાવાજી,ઈરફાન કરીમભાઈ પારેરી,અને એક અજાણ્યા શખ્સે યુવકને મોરબી વાવડી ચોકડી એ બોલાવી ગાળો આપી લાકડાના ધોકા તથા લોંખડના પાઇપ વતી મુંઢ માર મારતા રુદ્રરાજસિંહને માથામાં તથા પગમાં ફેકચર જેવી ઇજા પહોચી હતી બાઈક ઉપર ધોકા પાઇપ મારી તોડ ફોડ કરી નુકશાન કર્યું હતું આરોપીઓએ રુદ્રરાજ સિંહ સાહેદને મોટરસાઈકલ પર જબરદસ્તીથી બેસાડી અપહરણ કરી હુસેનભાઇના ડેલે લઇ જઇ ત્યાં આરોપીઓએ ફરી ભેગા મળી ગે.કા મંડળી રચી પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી ફરી.તથા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફડાકા તથા ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજા કરી હતી બનાવ અંગે યુવાને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

