HomeGujaratએર ઈન્ડિયાની રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 28 ફેબ્રુઆરી સુધી રદ્દ, વેપારીઓમાં વિરોધના સુર

એર ઈન્ડિયાની રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 28 ફેબ્રુઆરી સુધી રદ્દ, વેપારીઓમાં વિરોધના સુર

રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેની અસર હવે હવાઈ મુસાફરી ઉપર પડી રહી છે. એરઈન્ડિયાની સવારની રાજકોટ-મુંબઈની ફ્લાઈટને 28 ફેબ્રુઆરી સુધી રદ્દ કરી દેવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરમાં મુસાફરો ઘટતા ફ્લાઈટને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ સબમર્સીબલ પંપ તથા બેરિંગ ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતુ છે. તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટને યાર્ડ પાટનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના કારણે મોટાભાગે રાજકોટના વેપારીઓ મુંબઈ બિઝનેશ માટે જતા હોય છે. તો મુંબઈના વેપારીઓ પણ રાજકોટ આવતા હોય છે. ત્યારે એર ઈન્ડિયાએ રાજકોટ-મુંબઈની સવારની ફ્લાઈટને 28 ફેબ્રુઆરી સુધી રદ્દ કરી દેવામાં આવતા વેપારીઓમાં પણ અંદરખાને રોષ ઉઠ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસો વધતા હવાઈ મુસાફરોની સંખ્યા ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હવે ફક્ત સાંજે જ એર ઈન્ડિયાની ફ્લાઈટ ઓપરેટ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW