દેશના ખેડૂતોને તેની કૃષિ ઉપજ પર પૂરતા ભાવ ન મળતા હોવાથી તેની હાલત દિવસે દિવસેદેવાદાર અને ગરીબ બની રહ્યો છે ત્યારે ખેડૂતો બાબતે અનેકવાર અલગ અલગ સંગઠન વિરોધ પ્રદર્શન કરતુ રહ્યુ છે.જોકે યોગ્ય ઉકેલ આવી રહ્યો નથી. ત્યારે મોરબીમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમજ અલગ અલગ તાલુકાની મામલતદાર કચેરીમાં ધરણા કર્યા હતા

.ખેડૂતોનો પાક એપીએમસી હોય કે ખાનગી વેપારીઓ દ્વારા જ્યારે પણ પાક ખરીદી માટે ભાવ નક્કી કરવામાં આવે ત્યારે ખેડૂતોને પાક પર પડતર અને નફો ચઢાવી ભાવ નક્કી કરવામાં આવે તેવી માગણી કરી હતી.અને આ બાબતે સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ કરે અને તેના યોગ્ય અમલીકરણ માટે પ્રકિયા જણાવવામાં આવે તેમ ભારતીય કિસાન સંઘના મોરબીના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું. ખેડૂતો આગેવાનોએ જણાવ્યું હતું

કે ભારત સરકાર ત્રણ કૃષિ કાયદા લાવી તે સમયે ખેડૂતોનો વિરોધ થયો હતો આ વખતે જરૂર પડ્યે ચોથો કાયદો લાવી ખેડૂતોના હિત જળવાઈ તેવા પગલા લેવા પણ માંગણી કરી હતી.જોકે ત્રણ કૃષિ કાયદા પરત લેવાતા સીમાંત ખેડૂતોની આશા પર પાણી ફરી વળી હતી.
મોરબીમાં ખેડૂતોની માંગણીને ઘ્યાને લઈ આજે કિસાન સંઘે મોરબી માળિયા હળવદ વાંકાનેર ટંકારા તમામ તાલુકામાં મામલતદારને તેમજ મોરબી જિલ્રાલા કલેકટરને આવેદન પત્જ્યર આપી રાજ્યપાલ તેમજ રાષ્નેટ્રપતિને સંબોધીને લખી આવેદનપત્ર આપી રજુઆત કરી ખેડૂતોની માંગણી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી

