વાહન ચાલકો માટે ગુજરાત રાજ્ય સરકારે મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે એમના વાહનનો જૂનો નંબર રિટેન(જૂનો નંબર ફરી લઈ શકશે) કરી શકશે. આ માટે વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામાં આવશે. એટલે જૂનું વાહન વેચતા નંબર નહિ બદલાય.
ગુજરાત વાહન વ્યવાહર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે,વાહન માલિકો અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નંબર વાહન માત્ર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જૂના વાહનોના નંબર રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. મળી રહેલી વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજૂઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રિટેન્શનની પોલિસીને અમલમાં મુકવામાં આવશે. આ પોલિસીમાં વાહન માલિક બે વખત તેઓના વાહન નંબર રિટેન્શન કરી શકશે.
વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે. અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. ટૂંકમાં જૂના વાહનને નવો નંબર મળશે. વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટેન કરી શકાશે અને જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.

વાહન માલિક પોતાનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રિટેન કરી શકશે. જૂના વાહન ઉપર વાહન નંબર રિટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રિટેન કરવાનો છે તે બંન્ને વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. એક વાહન પર બે માલિકી ના હોય શકે. વાહનનો નંબર રિટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાહનોના પ્રકાર સમાન હોવા જરૂરી છે. એટલે કોઈ કાર કે બાઈકનું વેરીએષણ નહિ મળે.
સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રિટેન કરી શકાશે નહી. રિટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રિટેન કરેલ નંબર ફાળવવાની પ્રક્રિયા 15 દિવસમાં પુરી કરવાની રહેશે. ત્યારબાદ રિટેન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહી.

