HomeGujaratવાંકાનેરમાંથી વધુ એક શખ્સ 6.5 કિલો ગાંજા સાથે ઝડપાયો

વાંકાનેરમાંથી વધુ એક શખ્સ 6.5 કિલો ગાંજા સાથે ઝડપાયો

વાંકાનેર શહેરમાં તાજેતરમાં રીક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 3 શખ્સને 4 કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા. તેમજ આ કેસ દરમિયાન વાંકાનેર શહેરમાં પણ ગાંજાનો જથ્થો આવ્યો હોવાની વાંકાનેર પોલીસને બાતમી મળી હતી જેના આધારે અલગ અલગ સ્થળો પર તપાસ કરતા વાંકાનેર શહેરના માર્કેટ ચોક વિસ્તારમાં નાગરિક બેન્ક વાળી શેરીમાં રહેતા ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુ ત્રિભોવનદાસ જોબનપુત્રાનના જ ઘરમાંથી 65000ની કિંમતનો 6.5 કિલો ગાંજો મળી આવ્યો હતો. આરોપીની કબૂલાત આધારે એસઓજીની ટીમે 6.5 કિલો ગાંજો રૂ.3100 સહિત કુલ 68,100નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા સુરતના મનોજ જૈન રાજકોટના હસમુખ ઉર્ફે રાજુ બચુભાઈ બગથરીયાનું નામ ખુલતાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW