હાલ કડકડતી ઠંડીની સીઝન ચાલી રહી છે ઉતરભારતમાં ઠેર ઠેર હિમવર્ષા થઇ રહી છે ત્યારે હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા સાળંગપુર હનુમાન ખાતે તા ૮ ના રોજ હિમાલયની પ્રતિકૃતિ અને હિમાલય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હિમાલય દર્શનનો લોકો લહાવો લીધો હતો અને મંગળા આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા તથા શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા) દ્વારા કરવામાં આવી હતી તેમજ મંદિરની યમશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ તથા સંપૂર્ણ ધનુર્માસ નિમિત્તે પ્રતિદિન સવારે 9થી 12 કલાક તથા સાંજે 3થી 6 સુધી હાલ શરૂ છે. હજારો ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


