HomeGujaratમોદી સરકારની નવી ગાઈડલાઈન, હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોને 7 દિવસનું હોમ અઈસોલેશન ફરજિયાત

મોદી સરકારની નવી ગાઈડલાઈન, હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોને 7 દિવસનું હોમ અઈસોલેશન ફરજિયાત

આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને દેશમાં આવી રહેલા તમામ મુસાફરોને હવે 7 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવા માટે મોદી સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આઠમાં દિવસે આ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને ત્યારબાદ જ તેમને ઘરની બહાર નીકળવા દેવામાં આવશે.

ભારત સરકારના નવા પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ભારતની મુસાફરી કરવા ઈચ્છુક લોકોએ ઓનલાઈન એર સુવિધા પોર્ટલ https://www.newdelhiairport.in/airsuvidha/apho-registrationની મુલાકાત લેવી પડશે. જેમાં તેમણે સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. આ ઉપરાંત આવા મુસાફરોએ પ્રવાસની શરૂઆતના 72 કલાકની અંદર કરાયેલો આરટીપીસીઆર ટેસ્ટ પણ અપલોડ કરવાનો રહેશે.

આ ઉપરાંત જે મુસાફરોને આગમન ઉપર ટેસ્ટની જરૂર હોય તેઓએ એર સુવિધા પોર્ટલ ઉપર ટેસ્ટનું ઓનલાઈન પ્રિ-બુક કરાવવું પડશે. તેમજ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જોખમવાળા દેશોમાંથી આવતા મુસાફરોને એરલાઈન્સ દ્વારા જાણ કરવી પડશે કે તેઓ પહોંચ્યાં પછી વિવિધ પરિક્ષણોમાંથી પસાર થશે અને હોમ આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

આ સાથે જ એરલાયન્સ તરફથી ટિકિટની સાથે પ્રવાસીઓએ શું કરવું અને શું ન કરવું તે નિયમોનો એક નમુનો પણ અપાયો છે. તો મોબાઈલ ડિવાઈસ ઉપર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW