HomeGujaratમનમોહન સિંઘ પર જૂતું ફેકાયું ત્યારે CM મોદી મૌન હતાઃ જયરાજસિંહ

મનમોહન સિંઘ પર જૂતું ફેકાયું ત્યારે CM મોદી મૌન હતાઃ જયરાજસિંહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુર રેલી પૂર્વે જે રીતે સુરક્ષામાં મોટી ચૂક થઈ અને વડાપ્રધાન મોદીએ જે રીતે ભટિંડા-ફિરોજપુર હાઈવેના એક ફ્લાયઓવર પર 20 મિનિટ રોકાવું પડ્યું હતું. આ મુદ્દો દેશભરમાં ચર્ચાય રહ્યો છે. આ મામલે હવે રાજકારણ ગરમાયું છે. PM મોદી ખેડૂતોના વિરોધને એમની હત્યાના કાવતરામાં ખપાવી રાજકીય લાભ મેળવવાના નાટક કરી રહ્યા હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે.

જયરાજસિંહે ઉમેર્યું હતું કે, લોકશાહીમાં વિરોધ કરનારા ખેડૂતોને પોતાની હત્યાના કાવતરામાં ખપાવવા રાજકીય દાવ કરતા વડાપ્રધાન મોદીની જીદને કારણે 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે પણ ચુંટણી આવે એ વખતે એમની હત્યાના કાવતરાઓનો પર્દાફાશ થતો હતો. પાંચ વર્ષથી વેકેશન ભોગવતા આતંકવાદીઓ માત્ર ચૂંટણી સમયેજ એકાએક એક્ટિવ થતા હોય તેવુ બનતું. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને ત્યારે ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે જુતું ફેંકાયેલુ એ સમયે ભાજપ એને જનઆક્રોશમાં ખપાવી ખુશ થયુ હતુ અને આજે હું બચી ગયોનો નકલી ભય દેખાડનાર નરેન્દ્ર મોદી ચુપ રહ્યા હતા. આવા સમયે સ્મૃતિ ઈરાની ક્યાં હતા? બુટની જગ્યાએ બોંબ પણ ફેંકી શકાત, ખતરો એ વધારે ગણાય કે ચૂક એ મોટી કે આજની?

આવુ જ કંઈક પંજાબની ઘટનામાં દેખાય છે. પંજાબ તો પોતાનું છે જ નહીં પણ હરિયાણા અને યુપી પણ હાથ થી જતુ રહેશે એવા ડરમાં ખોટી સહાનુભૂતિ મેળવવાના હવાતિયા મરાઈ રહ્યા છે. જયરાજસિંહે ઉમેર્યું કે, સમગ્ર પંજાબમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતી તરફથી વડાપ્રધાનના કાર્યક્રમનો બહિષ્કાર કરવા હાલ તમામ હાઈવે તથા જિલ્લા મથકોએ દેખાવ યોજવા માટેની જાહેરાત કરી હતી. ખેડૂતોના નેતા સાથે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ત્રણ તબક્કામાં વાતચીત શરૂ થઈ હતી જે નિષ્ફળ પુરવાર થઈ છે. ખુદ શેખાવત ખેડૂતોની ભાવનાથી અવગત હતા. તેમ છતાં ભટિંડાથી ફિરોજપુરનો વડાપ્રધાનનો નિશ્ચિત કાર્યક્રમ હેલિકોપ્ટર મારફત જવાનો હતો. જે પછીથી બદલીને અચાનક બાય રોડ કરી દેવામાં આવ્યો હતો.

પંજાબ રાજ્ય સરકારે રોડ ક્લિય કરાવવા માટે જરૂરી કામગીરી કરી હતી. પણ ખેડૂતોએ વિરોધ કર્યો એના કારણે વડાપ્રધાને પરત ફરવું પડ્યું હતું. જ્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય ત્યારે 48 કલાક પહેલા સમગ્ર રૂટનો કબજો લેવાય છે. રાજ્યની પોલીસ પણ ડાયરેક્ટ SPG અને કેન્દ્રીય એજન્સીઓના કબજા હેઠળ આવી જતી હોય છે. તમામ ઈન્ટેલિજન્સ એજન્સી પણ સક્રિય હોય છે. એરપોર્ટ પર કેટલીક સેવાઓ ઉપર પણ બ્રેક મારી દેવામાં આવે છે. ચોક્કસ પણે આવું ન થવું જોઈએ. સમગ્ર દેશની અમાનત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW