HomeGujaratએપલે ઈતિહાસ બનાવ્યો,3 ટ્રીલીયન ડૉલરની કંપની બની

એપલે ઈતિહાસ બનાવ્યો,3 ટ્રીલીયન ડૉલરની કંપની બની

આઈફોન બનાવનારી અમેરિકન કંપની એપલને એક નવી સફળતા મળી છે. એપલ 3 ટ્રિલિયન ડોલરનું માર્કેટ વેલ્યુ ધરાવતી પ્રથમ કંપની બની છે. નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે ટ્રેડિંગ દરમિયાન, Appleના શેરની કિંમત $ 182.88ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. આને કારણે, કંપનીનું બજાર મૂલ્ય $3 ટ્રિલિયનથી થોડું વધી ગયું. ટ્રેડિંગના અંતે, શેરનો ભાવ 2.5% વધીને $182.01 થયો. તે જ સમયે, એપલની બજાર મૂડી $2.99 ​​ટ્રિલિયન હતી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2007માં એપલના કો-ફાઉન્ડર અને સીઈઓ સ્ટીવ જોબ્સે પહેલો આઈફોન લોન્ચ કર્યો હતો.

ત્યારથી એપલના શેરમાં લગભગ 5,800 ટકાનો વધારો થયો છે, જે સમાન સમયગાળા દરમિયાન S&P 500ના લગભગ 230 ટકાના વધારા કરતાં ઘણો વધારે છે. S&P 500 એ યુનાઇટેડ સ્ટેટ્સનું માર્કેટ ઇન્ડેક્સ છે. માર્કેટ કેપમાં બધાને પાછળ રાખીને કંપનીએ મોટી મોટી કંપનીઓની ઓવરટેક કરી નાંખી છે. અન્ય ટેક કંપનીઓમાં, માઇક્રોસોફ્ટનું માર્કેટકેપ આશરે $2.5 ટ્રિલિયન છે, જ્યારે એમેઝોનનું માર્કેટ કેપ $1.7 ટ્રિલિયન છે, જે ગૂગલના આલ્ફાબેટથી પાછળ છે, જે હવે $1.9 ટ્રિલિયન છે. વિશ્વની ટોચની કંપની એપલે એક મોટો ઈતિહાસ બનાવ્યો છે. 3 ટ્રિલિયન માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની ગઈ છે. આ વર્ષના પહેલા જ દિવસે કંપનીના શેરનો ભાવ રેકોર્ડસ્તરે પહોંચ્યો છે. આ એક માઈલસ્ટોન કહી શકાય છે. વર્ષ 2007માં એપલ કંપનીએ આઈફોન લૉન્ચ કર્યા હતા. માઈક્રોસોફ્ટ કંપનીની માર્કેટ કેપ 2.5 ટ્રિલિયન ડૉલર આસપાસ થઈ ગઈ છે. વિશ્વની સૌથી વધુ મૂલ્યવાન કંપની તરફથી નવા આઈફોન, મેકબુકસ, ટીવી વગેરે પ્રોડકટ બહાર પાડવાનો માહોલ યથાવત હોવાથી ઈન્વેસ્ટરોની તેના શેરોમાં સતત ખરીદી ચાલુ રહી હતી.

એમેઝોન, ટેસ્લાની એક ટ્રીલીયનથી વધુ છે. સાઉદી અરેબીયન ઓઈલ કંપનીની 1.9 ટ્રીલીયન ડોલર છે. એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સે વર્ષ 2007માં પ્રથમ આઈફોન લોન્ચ કર્યા બાદ કંપનીના શેરમાં અત્યાર સુધીમાં 5800 ટકાનો વધારો થયો છે. વર્ષ 2011માં ટીમ કુકે સુકાન સંભાળ્યા બાદ વીડીયો સ્ટ્રીમીંગ- મ્યુઝીક વગેરે થકી આવકમાં મોટો વધારો કર્યો છે. જેને પગલે આઈફોનથી કમાણીનો હિસ્સો માત્ર બાવન ટકા રહી ગયો હતો. દુનિયાના સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટ એવા ચીનમાં પણ એપલનો જ દબદબો રહ્યો હતો. સતત બીજા મહિને વીવો-શાઓમી કરતા એપલનું વેચાણ વધુ હતું. દુનિયાની મોટી કહેવાતી કંપનીઓ વોલમાર્ટ, ડીઝની, નેટફલીકસ, નાઈકી, એકસોન મોર્બલ, કોકાકોલા, કોમકાસ્ટ, મોર્ગન સ્ટેનલી, મેકડોનાલ્સ, એટીએન્ડટી, ગોલ્ડમેન સૈકસ, બોઈંગ, ફોર્ડ કરતા પણ એપલની માર્કેટવેલ્યુ વધી ગઈ છે. ધ ન્યુયોર્ક ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે 1976માં સ્થપાયેલી કંપની એપલે ઓગષ્ટ 2018માં એક ટ્રીલીયન ડોલરનો જાદુઈ આંકડો પાર કર્યો હતો. આ સિદ્ધિ મેળવવામાં 42 વર્ષ લાગ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW