HomeGujaratચેતેશ્વર અને રહાણે સસ્તામાં આઉટ થઈ જતા ગાવસ્કરે આપી પ્રતિક્રિયા, કહ્યું કરિયર...

ચેતેશ્વર અને રહાણે સસ્તામાં આઉટ થઈ જતા ગાવસ્કરે આપી પ્રતિક્રિયા, કહ્યું કરિયર બચાવવું….

જોહાનિસબર્ગ ટેસ્ટની શરૂઆત પહેલા ભારતીય ટુકડીમાંથી એક માઠા વાવડ સામે આવ્યા છે. વિરાટ કોહલી ઈજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. પછી કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી હતી. કોહલીની ગેરહાજરીનો અર્થ એ છે કે મિડલ ઓર્ડર થોડો નબળો પડી ગયો છે. આવી સ્થિતિમાં અનુભવી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે પર બોજ વધી ગયો હતો. પરંતુ આ બંને બેટ્સમેન આ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા ન હતા.

દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર પણ આ બંને બેટ્સમેનથી ખૂબ જ નિરાશ દેખાતા હતા. સુનિલ ગાવસ્કરે કહ્યું કે પૂજારા અને રહાણે પાસે પોતાની કારકિર્દી બચાવવાની માત્ર એક જ ઈનિંગ મોટી તક સમાન છે. જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પછી મયંક અગ્રવાલના આઉટ થયા બાદ પુજારા મેદાન પર આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના બોલર્સે પૂજારા સામે શોર્ટ પિચ બોલિંગ અજમાવી હતી. આ રણનીતિનો એમનો ફાયદો પણ થયો હતો. તેણે 33 બોલનો સામનો કર્યો અને માત્ર ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે અજિંક્ય રહાણે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, ‘આ બંને બેટ્સમેન પર પહેલેથી જ ઘણું દબાણ હતું. પરંતુ હવે આઉટ થયા બાદ આ દબાણ ઘણું વધી ગયું છે. તેની ટેસ્ટ કારકિર્દી બચાવવા માટે તેની પાસે માત્ર એક જ દાવ બાકી છે. પૂજારા અને રહાણેની ટેસ્ટ કારકિર્દી ભારતની આગામી ઇનિંગ્સ પર નિર્ભર છે. તેણે કહ્યું, જો ભારત પાસે બીજી ઇનિંગ્સ હોય, તે બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. એવું મને લાગે છે.”

ભારતીય ક્રિકેટ ટીમે લંચ સુધીમાં ત્રણ વિકેટ ગુમાવીને 53 રન બનાવી લીધા હતા. કેપ્ટન કેએલ રાહુલ 19 અને હનુમા વિહારી 4 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. લંચ પહેલા ભારતને બે મોટા ફટકાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમની રણનીતિને સીધી અસર થઈ હતી. મયંક અગ્રવાલે 26 રન બનાવ્યા હતા. તે જેન્સનનો શિકાર બન્યો હતો. જોહાનિસબર્ગ ટેસ્ટના પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાની બોલિંગ રણનીતિ સ્પષ્ટ હતી. શોર્ટ-પીચ બોલિંગ અને બેટ્સમેનની નજીક. ખાસ કરીને ચેતેશ્વર પૂજારા માટે આ નક્કી થયું હોય એવું લાગ્યું હતું. પુજારા સેન્ચુરિયનમાં આવા જ બોલનો શિકાર બન્યો હતો. અહીં પણ દક્ષિણ આફ્રિકાનો ગેમ પ્લાન એવો જ હતો. દક્ષિણ આફ્રિકાએ પૂજારા સામે પોતાનું આયોજન સ્પષ્ટ રાખ્યું હતું. પૂજારાને તક મળતી રહી. પણ યોગ્ય રીતે કોઈ રન કરી શક્યો ન હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાના બોલરોને ખ્યાલ હતો કે અહીં તક એને મળી શકે છે. તક અને પ્રેશર ભારતીય ક્રિકેટર્સ ગુમાવે એવું ઈચ્છતા ન હતા.

ક્યારેક બોલ શોર્ટ-લેગ પાસે તો ક્યારેક સ્લિપ અને ગલી પાસે પડ્યો હતો. પરંતુ આ સાતત્યનો ફાયદો દક્ષિણ આફ્રિકાને મળ્યો. અને પુજારા અંતે ડુઆન ઓલિવરનો શિકાર બન્યો હતો. બોલ ઓફ સ્ટમ્પથી થોડો બહાર હતો. બોલ બાઉન્સ થઈને બેટના ખભા પર વાગ્યો. પૂજારા બોલ રમવાની સ્થિતિમાં ન હતો. પોઈન્ટ પર ઉભેલા ટેમ્બા બાવુમાએ એક સરળ કેચ લીધો. આમ ખેલાડી આઉટ થયો હતો. આગલા જ બોલ પર અજિંક્ય રહાણે પણ શિકાર થઈ ગયો હતો. તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. તે ઓલિવરની 50મી ટેસ્ટ વિકેટ હતી. આ વખતે ફરી બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો. રહાણેની ટેકનિકમાં સ્પષ્ટ ખામી હતી. તેનું બેટ ઓફ સ્ટમ્પની બહાર હતું. તે ન તો બોલ રમતા જોવા મળ્યો કે ન તો તેને છોડતો. બોલે બેટની બહારની કિનારી લીધી અને બાજુમાં ઊભેલા પીટરસને તેની જમણી બાજુએ એક સરળ કેચ પકડ્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW