HomeGujaratબાયોડિઝલના ઉત્પાદન માટે જીપીસીબીનું લાયસન્સ ફરજીયાત, સરકારે બહાર પાડી ગાઈડલાઈન

બાયોડિઝલના ઉત્પાદન માટે જીપીસીબીનું લાયસન્સ ફરજીયાત, સરકારે બહાર પાડી ગાઈડલાઈન

ગુજરાતમાં બાયોડીઝલના રિટેઈલ આઉટલેટ કે અન્ય રીતે છુટક વેચાણ ઉપર પ્રતિબંધ યથાવત્ત રાખી ગૃહવિભાગે ગેરકાયદે વેચાણ, પરિવહન અને સંગ્રહને ડામવા માટે હવે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં હવે બાયોડીઝલના ઉત્પાદન માટે જીપીસીબીની પરમિટ લેવી જરૂરી બની છે.

બાયોડીઝલના ઉત્પાગન માટે જીપીસીબીીન પરમિટ ઉપરાંત 6 પ્રકારની મંજૂરી અને નોંધણી આવશ્યક બની ગઈ છે. જેના આધારે ઉત્પાદક માત્ર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ઔદ્યોગિક વપરાશકર્તાઓ સિવાય કોઈ તેનો ઉપયોગ કરે છે કે કેમ તેનો તપાસથી લઈને રેડ કાર્યવાહીના અધિકારીઓ ઉપરાંત મહેસૂલી કે વહિવટી અધિકારીનો આદેશ કરાયો છે.

બાયોડીઝલના ગેરકાયદે વેચાણ કે સંગ્રહ કે પથી ડીઝલ સાથે બ્લેડીંગના સ્થળએ તપાસ, ઝડતી, સેમ્પલ સહિતની કાર્યવાહી માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગના આસિ. ડાયરેક્ટરથી મામલતદાર, ડીવાયએસપીથી ઉતરતા અધિકારીઓ કાર્યવાહી નહીં કરી શકે તેવું ગાઈડલાઈનમાં જણાવાયું છે. આ ઉપરાંત સેક્રેટરી નિપૂર્ણા તોરવણેએ પ્રસિદ્ધ કરેલી ગાઈડલાઈનાં 9 મુદ્દામાં સેમ્પલ કલેક્શનની પ્રક્રિયાનું વર્ણાન થયું છએ. જોગવાઈભંગના કિસ્સામાં આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમ 1995 હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવાનું પણ જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW