જૂનાગઢમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. કેન્યાના નાઈરોબીથી આવેલા આધેડ ઓમિક્રોન સંક્રમિત મળી આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે.

જૂનાગઢમાં નાઈરોબીથી આવેલા દંપતિને 10 દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે આજે દંપતિમાં ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબિબોએ દંપતિ સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સીંગ માટે મોકલ્યાં હતાં. જેમાં આજે 58 વર્ષના આધેડનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે બે દિવસમાં મહિલાનો રિપોર્ટ પણ આવી જશે તેમ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુશીલકુમારે જણાવ્યું હતું.

