IPLની હવે પછીની સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલના તબક્કામાં ચર્ચા એના ઓક્શનને લઈને છે. પણ ઘણા ખેલાડીઓની ક્રિકેટ કરિયર આ ટુર્નામેન્ટમાંથી નક્કી થતી હોય છે. તો કેટલાક ખેલાડીઓ આમાં પણ સિનિયર પદે પહોંચી ગયા છે. એવામાં હવે વાવડ અંબાતી રાયડુંને લઈને સામે આવ્યા છે. અંબાતી રાયડુનું કહેવું છે કે તે આગામી ત્રણ વર્ષ સુધી રમશે અને આશા છે કે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમમાં સામેલ કરવામાં આવશે. IPLની મેગા ઓક્શન પહેલા રાયડુને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. ચેન્નાઈની ટીમમાંથી ઘણા મોટા નામ બહાર પાડવામાં આવ્યા છે.
રાયડુએ કહ્યું કે હું જ્યાં સુધી સારા ફોર્મમાં છું અને ફિટ પણ છું ત્યાં સુધી રમવાનું પસંદ કરીશ. હું આગામી રાઉન્ડ માટે તૈયાર થઈશ. જે ત્રણ વર્ષનો છે અને હું મારી ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છું. તાજેતરમાં જ હું વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો જ્યાં છ દિવસમાં પાંચ મેચ હતી. મને તે સારું લાગ્યું. હું સારી સ્થિતિમાં છું અને આગામી ત્રણ વર્ષ સુધી રમવા માંગુ છું. તેણે વધુમાં કહ્યું કે વર્ષ 2019નો વર્લ્ડ કપ મારા માટે ચોક્કસપણે નિરાશાજનક હતો. કારણ કે હું ટીમમાં ન હતો. મારું કમબેક CSK ને સમર્પિત હતું.

તેઓએ મને એ તબક્કા અને સમયમાંથી પસાર થવામાં જે રીતે મદદ કરી તેના માટે હું આભારી છું. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019 દરમિયાન અંબાતી રાયડુની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. બાદમાં જ્યારે શિખર ધવન આઉટ થયો ત્યારે મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ રાયડુનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ પછી ક્રિકેટ લોબીમાં ઘણો મોટો હંગામો પણ જોવા મળ્યો હતો. ઘણા લોકોએ રાયડુને ટીમમાં સામેલ ન કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.
મારી નજર હવે માત્ર આ ટુર્નામેન્ટ પર છે. વર્ષ 2019માં વર્લ્ડ કપમાં ટીમમાં સ્થાન ન મળવાને કારણે રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયેલા અંબાતી રાયડુને લાગે છે કે તે વધુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમી શકશે.તાજેતરમાં, તે વિજય હજારે ટ્રોફી 2021-22માં આંધ્ર પ્રદેશ તરફથી રમતા જોવા મળ્યો હતો. રાયડુએ સ્પષ્ટ કર્યું કે તેની નજર હાલમાં IPL2022 પર છે. તે IPLની આગામી સિઝનની તૈયારી કરી રહ્યો છે.

