મોરબીના લાતી પ્લોટ ઓધોગિક વિસ્તારમાં આવેલ મંગલ આશિષ નામની બિલ્ડીંગમાં ચાલતી એક કલરની દુકાનમાં મંગળવારે મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાં મોરબી ફાયરની બે મીની ફાયર અને 1 બ્રાઉઝર સાથે ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પરકાબુ મેળવ્યો આગની ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી પરંતુ માલસામાન બળીને ખાક થઈ ગયું છે.

