HomeGujarato પોઝિટિવ વાળાને AB પોઝિટિવ બ્લડ આપી દીધુ, પછી થઈ જોવાજેવી

o પોઝિટિવ વાળાને AB પોઝિટિવ બ્લડ આપી દીધુ, પછી થઈ જોવાજેવી

ખાનગી હોસ્પિટલની બેદરકારીને કારણે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે,ભોગ દર્દીનો લેવાઈ ગયો હતો. અમદાવાદ સિટીમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાંથી પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. આ મામલે દર્દીએ સિમ્સ હોસ્પિટલ સામે આક્ષેપ કરી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. હોસ્પિટલ સહિતના સત્તાધીશો તથા ડૉક્ટર સામે ગુનો નોંધી કાયદેસરના પગલાં લેવા માટે અપીલ કરી છે. દર્દીએ એવી રજૂઆત પણ કરી છે કે, હોસ્પિટલમાં હ્દયના વાલ્વની સારવાર માટે ગયા પછી એક કડવો અનુભવ થયો હતો.

દર્દીનું બ્લડ ગ્રૂપ ઑ પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલે એબી પોઝિટિવ ગ્રૂપનું બ્લડગ્રૂપ ચડાવી દીધું હતું. આ ઉપરાંત ડાયાબિટિસના દર્દીની દવા તથા ઈન્સ્યુલીનના ઈન્જેક્શન આપવા નર્સે તૈયારી પણ કરી હતી. દવાનું પ્રિસ્ક્રિપ્શન વાંચીને ખ્યાલ આવ્યો હતો કે આ ઈન્જેક્શન એના માટે હતું જ નહીં. આ પછી નર્સને પોતાનું ભૂલ સમજાઈ ગઈ હતી. આ ઉપરાંત બીજી પણ કેટલીક બેદરકારી દર્દીઓની સારવારમાંથી સામે આવી હતી.રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આનંદનગર ખાતે રહેતા 40 વર્ષના વેપારી સારવાર માટે અમદાવાદ ગયા હતા. દર્દી હિતેશ કરમશી છાયાણી પરિવારજનોને લઈને સિમ્સ હોસ્પિટલમાં ગયા હતા. સાયન્સ સિટી સોલા ખાતે આવેલી હોસ્પિટલમાં 8થી 9 મહિના સુધી એની ટ્રિટમેન્ટ થઈ હતી. સારવાર દરમિયાન રૂ.2.75 લાખ ફી હોસ્પિટલે કહી હતી. એ પછી બીજી સારવાર શરૂ કરી હતી. તા.3 ઓગષ્ટના રોજ હિતેશભાઈ હોસ્પિલમાં એડમીટ થયા હતા. ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી એને રજા આપી દેવામાં આવી હતી.એ સમયે વાલ્વ તથા ધમનીનું ઑપરેશન કરાવવું પડ્યું હતું. પછી રૂ.5 લાખની ફી હોસ્પિટલે કહી હતી. ઑપરેશન કર્યું હોવા છતાં પણ વાલ્વની તકલીફ યથાવત રહી હતી.

આ દરમિયા પલ્સ ઘટી જતી હતી.આ પછી દર્દીને સાંભળવાની અને આંખથી જોવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. પછી પેશમેકર મશીન મુકવામાં આવ્યું હતું. તા.3 સપ્ટેમ્બરના રોજ એને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. એ પછીના દસ દિવસમાં જ બીજી તકલીફ શરૂ થઈ ગઈ હતી. હ્દયની બહારના ભાગે પાણી ભરાઈ જતા મુશ્કેલી વધી ગઈ હતી. એ પછી હિતેશભાઈને આઈસીયુમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં બ્લડ ચડાવવામાં બેદરકારી સામે આવી હતી. પછી હિતેશભાઈએ બૂમાબૂમ કરતા યુદ્ધના ધોરણે બોટલ હટાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ડૉક્ટરે હિતેશભાઈને આપવામાં આવતા ઈન્જેક્શનનો અને દવાઓ મોકલવામાં આવી એ નર્સ તરફથી આપવામાં આવી હોવાનું ખુલ્યું. દવા ચેક કરતા મેગ્નેશિયમ સલ્ફેટ ઈન્જેક્શન 2ML, પોટેશિયમ ક્લોરાઈડ ઈન્જેક્શન 10 ML અને ઈન્સ્યુજેન આરના 40 યુનિટ તથા ઈન્જેશન સિરિંજના 40 યુનિટ હતા. આ દવા તથા એનું બિલ હિતેશભાઈએ જોતા દર્દી અચલ જયપ્રકાશ જયસ્વાલ વૉર્ડ રૂમ નં.218 માં મોકલવાનું હતું. પછી હિતેશભાઈએ કહ્યું કે મને કોઈ સુગરની બીમારી નથી. આવી ગંભીર બેદરકારી સામે આવતા મામલો ગરમાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW