HomeGujaratધ્રોલઃભૂચરમોરીના મેદાનમાં CM પટેલની ઉપસ્થિતમાં શૌર્ય કથાનો પ્રારંભ

ધ્રોલઃભૂચરમોરીના મેદાનમાં CM પટેલની ઉપસ્થિતમાં શૌર્ય કથાનો પ્રારંભ

જામનગરના ધ્રોલ પાસે આવેલા ભૂચરમોરીના મેદાનમાં અખિલ ભારતીય યુવા રાજપુત સંઘ તરફથી આયોજિત શૌર્યકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. રાજપુત સમાજના અગ્રણી તથા રાજનેતાઓની ઉપસ્થિતિમાં ક્ષત્રિયોની ખુમારી દર્શાવતી કથામાં જામનગર સહિત આસપાસમાંથી અનેક લોકો ઉમટી પડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ આ શૌર્યકથામાં ઉપસ્થિત રહ્યા હતા.

વીર યૌધ્ધાઓના અદમ્ય સાહસ અને બલિદાનથી દેશના સિમાડાની સુરક્ષા થાય છે. ખાસ કરીને ક્ષત્રિય (રાજપૂત) સમાજે આ દેશની ધરતીને અનેક વીર પુરૂષોની ભેટ ધરી છે. ધ્રોલના ભૂચરમોરી ખાતે ખેલાયેલ યુધ્ધ એ આશરાધર્મ માટે હતું અને તેમાં પણ અસંખ્ય લોકો શહિદ થયા હતાં. આ શહિદોને નમન કરી તેઓની શહાદતને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. મુખ્યમંત્રીને હાલારી પાઘડી પહેરાવી હતી તેમજ શૌર્યના પ્રતિક સમાન તલવાર ભેટ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, મહાન વીર-યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે.

દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર બલિદાનો આપનારા ગુજરાતના વીર સપૂતોની યશગાથા ગાવાની આ ધન્ય ઘડી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્ર ધર્મ છે. ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો ઇતિહાસ આવા અનેક પ્રસંગોની સાક્ષી પુરે છે. અપ્રતિમ શૌર્ય, બલિદાન, સાહસ અને પરાક્રમની ઘટના એટલે જામ સતાજીની આગેવાનીમાં લડાયેલું ભુચરમોરીનું યુદ્ધ કાઠિયાવાડના કુરુક્ષેત્ર સમાન ભૂચરમોરીના યુદ્ધમાં આશરા ધર્મ નિભાવવાને કાજે અનેક ક્ષત્રિયો અહીં શહીદ થયા હતા. સત્ય, ન્યાય અને ધર્મ માટે લડવાની આપણી ઉજળી પરંપરા રહી છે. તેમ જણાવતાં મુખ્યમંત્રીએ જામ રાવલ, જામ સત્તાજી,જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા અળભંગ, જામ ઉન્નડ વગેરે શુરાવીરોને યાદ કરી તેમની શૌર્યતાને બિરદાવી આદરાંજલી અર્પણ કરી હતી.

વર્ષોથી વિદેશી આક્રમણ સામે રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, પ્રજાના રક્ષણાર્થે શાસકો તરફથી યુદ્ધ કરીને ત્યાગ, શૌર્ય, વીરતા, દાન તથા ખુમારીના અનેક પ્રસંગ ઈતિહાસમાં સાક્ષી રહ્યા છે. આ સાથે મુખ્યમંત્રીએ અટલ બિહારી વાજપેયને પણ યાદ કર્યા હતા. આ સાથે સુશાસન સપ્તાહની ઉજવણી અંગે જુદા જુદા વિકાસ કાર્યનો ઉલ્લેખ કરીને વાત કહી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભાજપના શાસનમાં અમે શહેરી વિકાસની વ્યાખ્યા બદલી નાંખી છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધના મેનેજિંગ ટ્રસ્ટી ડો.જયેન્દ્રસિંહ જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ,પી. ટી. જાડેજા, રાજભા જાડેજાની આગેવાનીમાં તડામાર તૈયારીઓ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા.25 થી તા.31 સુધી યોજાનાર શોર્ય કથા સપ્તાહમાં દરરોજ સવારે 9.30 થી 11 દરમિયાન રાજપુત સમાજમાં નવચેતન માટે સતત કાર્યરત ડો.જયેન્દ્રસિંહ જાડેજા વીરગાથા રજુ કરશે અને દરરોજ વિવિધ કલાકારો દ્વારા અવનવા કાર્યક્રમો રજૂ કરશે. તા.29ના બપોરે ભુચરમોરી મેદાનમાં અશ્વ દોડ યોજાશે અને તા.31ના સવારે યુવા જાગૃતિ દિવસ નિમિતે યુવાધન વ્યસન મુક્તિના સપથ લેશે. શૌર્યકથાના આરંભ પૂર્વે તા. 24/12 ના સવારે 10 વાગ્યે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા યજ્ઞ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આયોજકો-આગેવાનો દ્વારા રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રતિદિન 1.30 વાગ્યે કલાકે ભોજન-પ્રસાદ વિતરણ થશે.

કથાના પ્રથમ દિવસે જ ડો. જયેન્દ્રસિંહ જાડેજાના પુસ્તક ‘આશરા ધર્મનો અજોડ ઈતિહાસ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. કથામાં વ્યાસપીઠ પર દરરોજ યદુવંશ પ્રકાશ ગ્રંથ તથા તેના રચયિતા રાજકવિ સ્વ. માવદાનજી રત્નુંની તસ્વીર તથા સ્મૃતિઓ બિરાજમાન રહ્યા હતા. પ્રથમ દિવસે ચારણી સાહિત્યના નિષ્ણાત અનુભા ગઢવી તથા તેમના સાથી કલાકારો લોકસાહિત્યની સરવાણી વહાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW