HomeGujaratજીન્સ-મોબાઈલ વાળી જ નહીં, 40-50 વર્ષની મહિલાઓ પણ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત

જીન્સ-મોબાઈલ વાળી જ નહીં, 40-50 વર્ષની મહિલાઓ પણ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહનું એક નિવેદન સામે આવ્યું છે. એમનું એવું કહેવું છે કે, જીન્સ પહેરનારી મહિલા અને મોબાઈલનો ઉપયોગ કરનારી યુવતીઓ જ નહીં પણ 40 50 વર્ષની મહિલાઓ પણ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત છે. આવું નિવેદન આપતા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, મધ્ય પ્રદેશના ભોપાલમાં જન જાગરણ શિબિરમાં સંબોધન કરતી વખતે તેમણે આ વાત કહી હતી.

આ વીડિયોમાં દિગ્વિજયસિંહ એવું કહી રહ્યા છે કે, કઈ ઉંમરની મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે, ક્યા કપડાં પહેરનારી યુવતીઓ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે દિગ્વિજયસિંહ એવું કહી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધીએ એક રસપ્રદ વાત કહી હતી. જે અમારા દિમાગમાં કદી આવી જ નહીં. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, 40-50 વર્ષથી જે મહિલાઓ છે એ વડાપ્રધાન મોદીથી થોડી વધુ પ્રભાવિત છે.

પણ જે યુવતીઓ જીન્સ પહેરે છે, મોબાઈલ રાખે છે તેઓ પ્રભાવિત નથી. આના પર વાતચીત કરવાની જરૂર છે. મોબાઈલ પર એક્ટિવ રહેતી મહિલાઓ સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે. તેથી એ લોકો સાથે સંપર્ક વધારો. કોંગ્રેસ નેતાના આવા નિવેદન પર ભાજપે વાંધો ઊઠાવ્યો છે. ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું કે, દિગ્વિજયસિંહનું માનસિક સંતુલન હલી ગયું છે. મહિલાઓને લઈને એની વિચારધારા નીચલા સ્તરની છે. તેઓ પોતાના એક પાગલપલનના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. હું સોનિયા ગાંધીને પૂછવા માગુ છું કે, આવી વ્યક્તિને પાર્ટીમાં શું લેવા માટે રાખી છે?

આ એ જ નેતા છે જે કોંગ્રેસમાંથી સાંસદ રહી ચૂકેલી મિનાક્ષી નટરાજન માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓ વંદનીય અને પૂજનીય હોય છે. મહિલાઓના નામથી રાજનીતિ કરવી એક કોઈને શોભા દેતું નથી. દિગ્વિજયસિંહ દિવસ રાત હિન્દુઓને બદનામ કરવાનું કામ કરે છે. હિન્દુઓ સામે ષડયંત્ર ઘડી રહ્યા છે. આ માટે તેઓ મહેનત કરે છે. જો તમે હિન્દુ અને હિન્દુસ્તાનની આટલી ચિંતા કરતા હોવ તો ન તો પાકિસ્તાનમાં જીન્હા પેદા થાત ન તો આતંકવાદ આ દેશની ધરતી પર જોવા મળત. કોંગ્રેસ ધારાસભ્ય લક્ષ્મણસિહે ભાજપના આ નિવેદન સામે એવું કહ્યું કે, આપણે મોંઘવારી, બેરોજગારી પર ચિંતા કરવાની જરૂર છે. આ યોગ્ય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW