HomeGujaratસૌરાષ્ટ્રમાં શિમલા જેવું હવામાન,સર્વત્ર ધુમ્મસની ચાદર

સૌરાષ્ટ્રમાં શિમલા જેવું હવામાન,સર્વત્ર ધુમ્મસની ચાદર

સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વચ્ચે સોમવારે સવારે શિમલા જેવું હવામાન જોવા મળ્યું છે. સવારે ધુમ્મસને કારણે વિઝીબિલીટી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે દિવસે પણ વાહનની લાઈટ ચાલું રાખવાની ફરજ પડી હતી.

સતત બે દિવસથી પડી રહેલા ઝાકળને લીધે રસ્તાઓ ભીના થઇ ગયા હતા. જાણે શિમલાના કોઈ પહાડી પ્રદેશમાં હોય એવું વાતાવરણ જોવા મળ્યું છે. જોકે, હજુ પણ લઘુતમ નીચે ઉતરી ગયું છે. જેની જનજીવન પર અસર જોવા મળી રહી છે. આ વખતે શિયાળો મોડો શરૂ થયો છે પણ સૌરાષ્ટ્રમાં કોઈ પહાડી પ્રદેશમાં રહેતા હોય એવું જોવા મળી રહ્યું છે. સવારે ધ્રુજાવી દે એવી ઠંડી અને દિવસ કરતાં રાત બધું ટાઢી. દિવસભર પવન યથાવત રહેતા ગરમ કપડાનો સહારો લેવો પડ્યો છે.

સતત ઠંડીને લીધે રવિ પાકના ખેડૂતો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ તો ઘઉં અને ચણાના પાક માટે આ વાતાવરણ સારું મનાય છે. ધુમ્મસને કારણે રસ્તામાં 100 મીટરના અંતરમાં પણ કંઈ દેખાતું ન હતું. રસ્તા ભીના હોવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. આવનારા દિવસોમાં હજુ પણ ઠંડી વધે એવા એંધાણ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજું પણ પારો નીચે ઉતરી જશે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષા ની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW