HomeNationalસંજય રાઉતે મોદીને ટાર્ગેટ કરીને કહી દીધી મોટી વાત, કહ્યું આ સુત્ર...

સંજય રાઉતે મોદીને ટાર્ગેટ કરીને કહી દીધી મોટી વાત, કહ્યું આ સુત્ર તો…

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે શનિવારે ભારતરત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ છે કે જવાહરલાલ નહેરુ બાદ તેઓ(અટલજી) એકમાત્ર એવા નેતા છે, જેમને દેશભરના લોકોએ વખાણ્યા છે. તેમણે કહ્યુ છે કે સૌનો સાથ-સૌનો વિકાસ સૂત્ર હકીકતમાં તેમના પર સૂટ કરે છે.

રાઉતનું નિવેદન સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રીત હતું. તેમણે 2014માં સૌનો સાથ-સૌનો વિકાસને આદર્શ વાક્ય બનાવીને પદભાર ગ્રહણ કર્યો હતો. રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે અટલ બિહારી વાજપેયીએ શિવસેના-ભાજપ ગઠબંધનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સૌનો સાથ-સૌનો વિકાસ લાઈન હકીકતમાં તેના પર સૂટ કરે છે.

શિવસેનાના સાંસદ ભાજપના નેતાની જયંતી પર વાજપેયી સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે વાજપેયી ભારતમાં એકમાત્ર બીજા નેતા હતા, જેમને જવાહરલાલ નહેરુ બાદ આખા દેશમાં વખાણવામાં આવ્યા હતા. ચાહે તે નાગાલેન્ડ હોય અથવા પુડ્ડુચેરી, વાજપેયીનું સમ્માન કરનારા લોકો દરેક ઠેકાણે હતા. રાઉતે કહ્યુ છે કે વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ભાજપના બે મુખ્ય સ્તંભ હતા, જેમણે પાર્ટીને દેશભરમાં ફેલાવવામાં મદદ કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW