HomeGujaratNorth Gujaratઅમદાવાદમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી ચૂનો લગાવનાર બિલ્ડરની પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી ચૂનો લગાવનાર બિલ્ડરની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ, શનિવાર

  બિલ્ડરની પત્નીએ સંખ્યાબંધ લોકોના ફલેટનું બુકિંગ લઇ લીધું.બિલ્ડર અને તેની પત્નીએ જાણે, મકાનોની શ્રુંખલા સર્જી હોય તેમ, ચૂનો લગાવાનું શરુ કરી દીધું. અને આરોપી મિહિર દેસાઈ સામે એક ફરિયાદ હોય તો હજુ સમજાય.પણ અમદાવાદના જ 10 પોલીસ મથકમાં અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. અમદાવાદમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી ચૂનો લગાવનાર બિલ્ડર વધુ એકવાર પોલીસ સકંજામાં આવ્યો છે. આનંદનગર પોલીસે આરોપી બિલ્ડર મિહીર દેસાઈની ધરપકડ કરી છે.

  ચાર્ટડ એકાઉન્ટન્ટ મલ્હાર મહેતાએ બિલ્ડર મિહીર દેસાઈ પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો.જે મિહીર દેસાઈએ અન્યને વેચી 40 લાખની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ તપાસમાં બિલ્ડર મિહિર દેસાઈ અને તેમની પત્ની તોશલે આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી આચરીને સંખ્યા બંધ લોકોના બુકિંગ પેમેન્ટ લઈ ફ્લેટનું પઝેશન કે રિફન્ડમાંથી કશું આપ્યું ન હોવાનું સામે આવ્યું છે.આરોપી મિહીર દેસાઈ સામે અલગ અલગ 10 પોલીસ સ્ટેશનમાં આ રીતની જ ફરિયાદ નોંધાઈ છે..હાલ આનંદનગર પોલીસે આરોપી બિલ્ડર મિહીર દેસાઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW