HomeNationalInter Nationalબેલ્જિયમમાં અન્યોને નકલી વેક્સિન સર્ટિફિકેટ અપાવવા માટે 8 વખત લીધી રસી, 9મી...

બેલ્જિયમમાં અન્યોને નકલી વેક્સિન સર્ટિફિકેટ અપાવવા માટે 8 વખત લીધી રસી, 9મી વારમાં ઝડપાય ગયો મુન્નાભાઈ

નવી દિલ્હી, ગુરુવાર

  કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે ફરી એકવાર દુનિયાભર માટે ખતરાની સાથે જ પ્રતિબંધોનો તબક્કો પાછો લાવી દીધો છે. પરંતુ હજીપણ ઘણાં એવા લોકો છે કે જે કોરોના વાયરસ અને વેક્સિનના માપદંડો સાથે ખિલવાડ કરી રહ્યા છે.બેલ્જિયમમાં આવો મામલો સામે આવ્યો છે. અહીં યુવકે કોરાના વેક્સિનના આઠ ડોઝ લીધા છે અને જ્યારે તે નવમો ડોઝલેવા માટે પહોંચ્યો તોતેને અધિકારીઓએ પકડી લીધો હતો.

  ન્યૂઝ એજન્સી ધ ઈન્ફોર્સમેન્ટે બેલ્જિયમના મીડિયાને ટાંકીને અહેવાલમાં કહ્યુ છે કે વલૂન પ્રાંતના શોર્લરોય શહેરમાં આ ચોંકવાનારી ઘટના સામે આવી છે. આ યુવકની ઓળખ ઉજાગર કરાય નથી. પરંતુ તેની કરતૂત બાબતે જરૂરથી કહેવામાં આવ્યું છે. આ યુવક એ લોકોના સંપર્કમાં હતો, જે વગર વેક્સિને સર્ટિફિકેટ મેળવવા માંગતા હતા અને તેના બદલામાં તે તેમની પાસેથી નાણાં લેતો હતો. યુવક એ લોકો પાસેથી નાણાં લઈને બદલામાં ખુદને વેક્સિન લગાવવા માટે જતો હતો. યુવક ખુદને રસી લગાવીને નાણાં આપનારને સર્ટિફિકેટ આપતો હતો. આ લોકો નાણાં એટલા માટે આપતા હતા, કારણ કે તેમને રસી લગાવડાવ્યા વગર સર્ટિફિકેટ લેવું હતું. પરંતુ આ યુવક નવમી વખત આમ કરવા ગયો અને તેના ઓળખપત્રના આધારે હેલ્થવર્કર્સે તેને ઓળકી લીધો. જેવો તે પકડાયો કે તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે.

  રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે તેણે ખરેખર કોરોનાની વેક્સિનના આઠ ડોઝ લીધા હતા. તેને તાત્કાલિક લેબમાં મોકલવામાં આવ્યો અને વિશેષજ્ઞોની ટીમે જ્યારે તેનું નિરીક્ષણ કર્યું, તો તે નોર્મલ હોવાનું સામે આવ્યું, એટલે કે આટલા વેક્સિનના ડોઝ લગાવ્યા બાદ પણ તેના શરીરમાં કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. હાલ તેને નિરીક્ષણમાં રાખવામાં આવ્યો છે અને મામલાની તપાસ થઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW