કારખાનેદારના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની માહિતી મેળવી સાયબર ઠગ ટોળકીએ અલગ અલગ 8 ટ્રાન્જેક્શન કરી રૂ.49 લાખ સેરવી લીધા હતા આ બનાવમાં જૂનાગઢ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ કરી હતી અને ચોક્કસ બાતમીના આધારે આગે સાથે ઝડપાયેલા બે શખ્સની પશ્ચિમ બંગાળથી ઝડપી લીધા હતા.તેઓ પાસેથી રૂ.1.23 લાખ જપ્ત કર્યા હતા.
જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને દોલતપુરા માં માર્ચ બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ એ ફેક્ટરી ધરાવતા હિતેશભાઈ મનસુખલાલ સોલંકી ના બેંક ખાતામાંથી રૂપિયા ૪૯ લાખ ઉપાડી ગયાની ફરિયાદ નોંધાઇ હતી ફરિયાદ મુજબ તેના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૪૯ લાખ અલગ-અલગ 8 ટ્રાન્જેક્શનથી ઉપડ્યા હતા. લાખો રૂપિયાની છેતરપિંડી ની ઘટનાઓ સામે આવતા જિલ્લા પોલીસની ટીમ સક્રિય થઇ ગઇ હતી અને અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન પોલીસે ટ્રાન્જેક્શન નું લોકેશન મેળવતા પશ્ચિમ બંગાળનું હોવાનું સામે આવ્યું હતું જે બાદ સ્થાનિક પોલીસની મદદથી જૂનાગઢ પોલીસે સુકલાલ તુકારામ તાલુકદાર તેમજ વાસુદેવ કાલીપડા બચરને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે બેંક પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ તેમજ અલગ અલગ કંપનીના મોબાઈલ સીમકાર્ડ તેમજ રૂ.1.23 લાખ રોકડ સહિતનો મૂદામાલ જપ્ત કર્યો હતો. બેંકની અલગ અલગ માહિતી મેળવી રોડ કરતી ગેંગ સક્રિય હોય અને ગુજરાતમાં અન્ય જિલ્લાના લોકોને પણ પોતાના શિકાર બનાવી હોવાની આશંકાને પગલે પોલીસ આ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે
શું છે મોડસ ઓપરેન્ડી
રૂપિયો પશ્ચિમ બંગાળ સિવાયના અન્ય રાજ્યોની કોઈ મોટી પેઢીને ટાર્ગેટ કરે છે ત્યારબાદ પેઢી કે કંપનીના બેક એકાઉન્ટ ની વિગત મેળવી તે બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરવામાં આવેલા મોબાઈલ નંબરનું સીમ કાર્ડ બનાવતી ડોક્યુમેન્ટ આધારે મેળવી બેન્ક એકાઉન્ટ ના નેટ બેંકિંગના યુઝર પાસવર્ડ મેળવી લે છે ત્યારબાદ તે બેંકના એકાઉન્ટ માં થી મોટી રકમ આરટીજીએસ નથી ટ્રાન્ઝેક્શન કરી એક ખાતામાં ટ્રાન્સફર કરેલ છે બાદમાં અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી ની રકમ મેળવી લેતા હતા

