HomeNationalરાજ્ય સરકારને કેન્દ્રનો કોવિડને લઈ પત્ર,શું ફરી લોકડાઉન લાગશે?

રાજ્ય સરકારને કેન્દ્રનો કોવિડને લઈ પત્ર,શું ફરી લોકડાઉન લાગશે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કડક પગલાં ભરવા સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 200 થી વધુ કેસ નોંધાયા છે. આ કેસ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામે આવ્યા છે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, “ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછામાં ઓછા 3 ગણું વધુ ચેપી છે. તેથી, સ્થાનિક અને જિલ્લા સ્તરે વધુ દૂરદર્શિતા, ડેટા વિશ્લેષણ, ગતિશીલ નિર્ણય લેવાની અને કડક અને તાત્કાલિક નિવારણ પગલાંની જરૂર છે.” તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ડેલ્ટા હજુ પણ દેશના વિવિધ ભાગોમાં હાજર છે. તેમણે રાજ્યોને ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નિયંત્રણો અને દેખરેખ વધારવા કહ્યું છે. વર્તમાન વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે, VOCs ઓમિક્રોન ડેલ્ટા VOCs કરતાં ઓછામાં ઓછા 3 ગણા વધુ ચેપી છે. ડેલ્ટા VOC હજુ પણ દેશના વિવિધ ભાગોમાં છે. જ્યાં છેલ્લા એક સપ્તાહમાં ટેસ્ટ પોઝીટીવીટી રેટ 10 ટકા કે તેથી વધુ હોય અને ઓક્સિજન સપોર્ટેડ અથવા આઈસીયુ બેડ 40 ટકા કે તેથી વધુ ભરેલા હોય, તો જીલ્લા કક્ષાએ નિયંત્રણના પગલાં અને નિયંત્રણો લાગુ કરવા જોઈએ.

રાજ્યોને કન્ટેઈનમેન્ટ, ટેસ્ટિંગ અને સર્વેલન્સ, ક્લિનિકલ મેનેજમેન્ટ, રસીકરણ અને કોવિડ પ્રોટોકોલ અંગે પગલાં લેવા પણ વિનંતી કરી છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને કારણે દેશભરમાં કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. આ સંદર્ભમાં ભારત સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW