નવી દિલ્હી, મંગળવાર
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લિંચિંગ પર તેમના નવા ટ્વિટ બાબતે પુછવામાં આવતા મંગળવારે ફરી એકવાર મીડિયાને નિશાને લીધું છે અને ગુસ્સે થઈને પત્રકારને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું બંધ કરવાનું જણાવ્યુ છે. રાહુલ ગાંધીને જ્યારે દિલ્હી વિજય ચોક પર સવાલ પુછવામાં આવ્યો, તો કોંગ્રેસના સાંસદે પોતાના પરનું નિયંત્રણ ગુમાવી દીધું અને કહ્યુ કે સરકારની દલાલી ન કરો.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ હતુ કે 2014થી પહેલા લિંચિંગ શબ્દ વ્યાવહારીકપણે સાંભળ્યો ન હતો. આ પેહલીવાર નથી કે જ્યારે રાહુલ ગાંધીએ મીડિયા પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો છે કે તે સરકારની તરફેણમાં કામ કરે છે. ગત સપ્તાહે કોંગ્રેસના સાંસદે ઓછામાં ઓછા ત્રણ વખત મીડિયા પર નિશાન સાધ્યું છે.
સોમવારે જ્યારે એક પત્રકારે તેમને ગૃહની કાર્યવાહી સુચારુપણે નહી ચાલવા દેવા માટે વિપક્ષને દોષિત ઠેરવતા સરકારના નિવેદન બાબતે સવાલ કર્યો, તો રાહુલ ગાંધી આ સવાલ પર ચિઢાય ગયા. તેમણે પત્રકારને સવાલ કર્યો હતો કે તમે સરકાર માટે કામ કરો છો ? રાહુલ ગાંધીએ રવિવારે મીડિયા પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના એક ટ્વિટમાં કહ્યુ હતુ કે દુખદ. ઘણાં મીડિયા સાથી માત્ર એખ વ્યક્તિનો ચહેરો જોવે છે, વિપક્ષનો અવાજ દબાવે છે. તેને જનતા સુધી પહોંચવા દેતા નથી. શું તે વ્યક્તિએ ક્યારેય તમારા માટે અવાજ ઉઠાવ્યો? રાહુલ ગાંધીએ કહ્યુ કે તમને જે યોગ્ય લાગે તે કરો, પરંતુ જો તમારી વિરુદ્ધ અન્યાય-હિંસા થશે તો હું ભૂતકાળમાં પણ તમારી સાથે હતો, ભવિષ્યમાં પણ તમારી સાથે રહીશ.

