ઓપો મોબાઇલ પર દેશવ્યાપી દરોડા હાથ ધરાયા છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડાની કામગીરી હાથ ધરાઇ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે ગુજરાતના ડીલર પર પણ કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું ખુલ્યું છે. રાજકોટના પૂજારા ટેલિકોમ પર દરોડા પાડવામાં આવ્યા છે. યોગેશ પૂજારા અને રાહિલ પૂજારાને ત્યાં ITનું સર્ચ ચાલી રહ્યું છે. પૂજારા ડિલર ગુજરાતના ઓપોના મુખ્ય ડીલર છે.
વર્ષ 2017થી OPPO મોબાઇલ પર ચાલી રહેલા દેશવ્યાપી દરોડાને પગલે રાજ્યોમાં સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઇ હતી. ત્યારે રાજકોટના પૂજારા ટેલિકોમની ગુજરાતમાં OPPOના મુખ્ય ડીલર તરીકે ગણના થાય છે. જેને પગલે શહેરમાં પુજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ સાથે તેના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ આયકર વિભાગ ત્રાટક્યું છે. પુજારા ટેલિકોમની સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ CA જે.સી.રાણપરાની રાજકોટ ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવાના આવ્યું છે. પૂજારા ટેલિકોમના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ અચાનક આવક વેરા વિભાગની ટીમ ત્રાટકતા પૂજારા ટેલિકોમના બેનામી વ્યવહાર મળે તેવી શકયતા સેવાઈ રહી છે.

પૂજારા ટેલિકોમજે ગુજરાતમાં ઓપોના મુખ્ય ડીલર છે. ત્યારે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં પૂજારા ટેલીકોમનું ખુબ મોટું નામ છે. ત્યારે આજે વહેલી સવારથી રાજકોટમાં પૂજારાના મેઈન શો રૂમ પર, તો હરિહર રોડ પર આવેલું યોગેશ પૂજારાના ઘર પર દરોડાની કામગીરી ચાલી રહી છે. જણાવી દઈએ કે યોગેશ પૂજારાએ પૂજારા ટેલીકોમના માલિક છે.પૂજારા સૌરાષ્ટ્ર ભરમાં પોતાના ડીલર ધરાવે છે. તો તેના શો રૂમ અલગ અલગ વિસ્તારમાં છે. ત્યારે તેના પર પણ આયકર વિભાગ કાર્યવાહી કરે એમ છે. હાલમાં સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ઓપો મોબાઈલ જે છે એના પર દેશવ્યાપી દરોડા થઇ રહ્યા છે. એની અસરના ભાગરૂપે ગુજરાતમાં પૂજારા ટેલીકોમ પર IT નો પંજો પડ્યો છે. આ તપાસ દિલ્હીથી રાજકોટ લંબાવાઈ હોવાની માહિતી મળી છે.
જોકે સાંજ સુધી કોઈ રિકવરી કે દંડ અંગેની કોઈ વિગત સામે આવી નથી. દેશ ભરમાં આવેલા ઓપો ફોનના મુખ્ય ડીલરને ત્યાં તપાસનો ધમધમાટ રહ્યો છે. આ મામલે કંપની તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. જ્યારે કર વિભાગે પણ કેટલીક વિગત જાહેર કરી નથી.

