HomeGujaratસોમવારના કડાકા બાદ શેરબજારમાં બાઉન્સ બેંક : સેન્સેક્સ 1000 અંકના ઉછાળા સાથે...

સોમવારના કડાકા બાદ શેરબજારમાં બાઉન્સ બેંક : સેન્સેક્સ 1000 અંકના ઉછાળા સાથે 56819 પર, 5 લાખ કરોડ વધી રોકાણકારોની મિલ્કત

મુંબઈ, મંગળવાર

  સોમવારના મોટા કડાકા બાદ આજે શેરબજારે જોરદાર વાપસી કરી છે. બીએસઈનો સેન્સેક્સ 1000 અંકના ઉછાળા સાથે 56819 પર પહોંચી ગયો છે. રોકાણકારોની મિલ્કત 5 લાખ કરોડ રૂપિયા વધી છે. ટાટા સ્ટીલનો શેર આજે 5 ટકા વધ્યો છે.

  સોમવારે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 252.57 લાખ કરોડરૂપિયા હતી, જે આજે 257.50 લાખ કરોડ રૂપિયાની થઈ છે. સેન્સેક્સ સવારે 480 અંકની તેજી સાથે 56320 પર ખુલ્યો હતો. દિવસમાં તેણે 56858નું ઉપરી સ્તર અને 56197નું નીચલુ સ્તર બનાવ્યું. તેના 30માંથી તમામ શેરો બઢત સાથે કારોબાર કરી રહ્યા છે. બઢતવાળા મુખ્ય શેરોમાં ટાઈટન, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઈંડસઈંડ બેંક અને લાર્સન એન્ડ ટુબ્રો 2-2 ટકાથી વધારે છે. એરટેલ, ટીસીએસ, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક,રિલાયન્સ, એસબીઆઈ અને સન ફાર્મા 1-2 ટકા વચ્ચે બઢત સાથે કારોબાર કરી રહ્યા છે.

  બીજી તરફ એનએસઈનો નિફ્ટી 307 અંકની તેજી સાથે 16921 પર કારોબાર કરી રહ્યો છે. તેણે દિવસમાં 16927નો હાઈ અને 16722નો લૉ બનાવ્યો છે. તેના નિફ્ટી નેક્સ્ટ 50 ઈંડેક્સ, મિડ કેપ ઈન્ડેક્સ, નિફ્ટી બેંક અને નિફ્ટી ફાયનાન્શિયલ ઈન્ડેક્સ 1.50 ટકાથી વધુ બઢત સાથે કારોબાર કરી રહ્યા છે. તેના 50 શેરોમાંથી માત્ર 2 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે અને 48 શેરો બઢત સાથે ટ્રેડ કરી રહ્યા છે.

  બઢતવાળા મુખ્ય શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન, યુપીએલ અને ટાટા સ્ટીલ 2.30-2.30 ટકાથી વધુ બઢત સાથે ટ્રેડ કરી રહ્યા છે. પહેલા સોમવારે દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી બગડેલી સ્થિતિ અને વૈશ્વિક બજારોમાં કમજોરીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 1189.73 અંક ગગડીને 55822.01 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 371 અંક ગગડીને 16614.20 પર આવી ગયો હતો. જો કે દિવસમાં તેમાં 1700 અંકોથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. કારોબાર બંધ થતી વખતે તેમા થોડી રિકવરી જોવા મળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW