HomeGujaratએશ્વર્યા રાયની 5 કલાક સુધી ચાલી પૂછપરછ,આ સવાલ કરાયા

એશ્વર્યા રાયની 5 કલાક સુધી ચાલી પૂછપરછ,આ સવાલ કરાયા

બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યારાય બચ્ચન સોમવારે પનામા પેપર્સ મામલે ઈડીની કચેરીમાં હાજર થયા છે. તપાસ કરનારી એજન્સીએ દિલ્હીમાં એશ્વર્યારાયનું નિવેદન લીધું છે. એમના પર વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ ફેમા,નું ઉલ્લંધન કરી વિદેશમાં રકમ જમા કરવાનો આરોપ છે. એશ્વર્યારાયની ઈડીએ આશરે પાંચ કલાક સુધી પૂછપરછ કરી છે. આ દરમિયાન એમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

એશ્વર્યારાયને એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે, એમિક પાર્ટનર્સ વર્ષ 2005માં બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં નિગમિત અને રજીસ્ટર્ડ કંપની હતી. આ કંપની સાથે તમારો શું સંબંધ છે? શું તમે કોઈ લૉ ફર્મને જાણો છો. જ્યાં મોસૈક ફોન્સેકા કંપનીનું રજીસ્ટ્રેશન કર્યું હતું. આ કંપનીના ડાયરેક્ટરમાં તમે, તમારા પિતા કોટેડાદિરમણ રાય કૃષ્ણરાય, માતા કવિતારાય અને ભાઈ આદિત્ય રાય પણ સામિલ છે. આ વિશે તમારૂ શું કહેવું છે. પ્રારંભિક પેડઅપ કેપિટલ 50,000 ડૉલર છે. પ્રત્યેક શેરનું મુલ્ય એક ડૉલર હતું. દરેક ડાયરેક્ટર પાસે 12500 શેર હતા. તમે ડાયરેક્ટર પદેથી શેરધારક કેમ બની ગયા?જૂન 2005માં તમારી સ્થિતિને શેરધારક તરીકેથી કેમ બદલી દેવામાં આવી હતી અને વર્ષ 2008માં આ કંપની ઈનએક્ટિવ કેમ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનની પૂત્રવધૂ એશ્વર્યારાયની આ પહેલા પણ ટ્રાંસફર કરવામાં આવી હતી. એ પછી તેમણે બે વખત વધુ પડતો સમય માગ્યો હતો. EDએ વર્ષ 2017માં વિદેશી મુદ્રા ઉલ્લંઘનના આરોપીઓ અંગે તપાસ શરૂ કરી હતી. આ મામલાને લઈને બચ્ચન પરિવારને એક નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

ભારતીય રિઝર્વ બેંકના ઉદારીકૃત પ્રેષણ યોજના અંતર્ગત વર્ષ 2004થી વિદેશી પ્રેષણને વિસ્તૃત કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. EDના સુત્રોમાંથી મળતા રીપોર્ટ અનુસાર એક ઉચ્ચ કક્ષાની કંપની, એમિક પાર્ટનર્સને વર્ષ 2004માં બ્રિટિશ વર્જિન ગ્રૂપમાં સામિલ કરવામાં આવી હતી. જેમાં એશ્વર્યારાય ડાયરેક્ટર પદે હતા. કાયદાકીય ફર્મ મોસૈક ફોન્સેકાએ કંપનીની ખોટી રીતે નોંધણી કરવામાં આવી હોવાનું મનાય છે. જેની પેડઅપ કેપિટલ 50,000 ડૉલર હતી. અભિનેતા વર્ષ 2009માં કંપનીમાંથી બહાર થઈ ગયા હતા. એ પછી દુબઈમાં આવેલી BKR એડોનિસ તરફથી ટેકઓવર કરી લેવામાં આવી હતી. જર્મન અખબાર Süddeutsche Zeitung (SZ)ને પનામા પેપર નામથી તા.3 એપ્રિલ 2016માં એક રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ભારત સહિત 200 દેશના રાજનેતાઓ, મોટા બિઝનેસમેન, સેલિબ્રિટી પણ સામિલ હતા. જેના પર મનિલોન્ડ્રિંગનો કેસ ફાઈલ થયો હતો. આ રીપોર્ટમાં વર્ષ 1977થી 2015 સુધીનો ડેટા છે. આ યાદીમાં કુલ 300થી વધારે ભારતીયના નામ પણ સામિલ છે. એશ્વર્યારાય સિવાય પણ અમિતાભ, અજય દેવગનનું નામ પણ સામિલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW