HomeGujaratગુજરાતમાં મહિલા એડવોકેટની નોંધણીમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો, હજુ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી

ગુજરાતમાં મહિલા એડવોકેટની નોંધણીમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો, હજુ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી

અમદાવાદ, મંગળવાર

  ગુજરાતમાં મહિલા એડવોકેટની નોંધણીમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2018થી 2020 સુધી મહિલા એડવોકેટની સંખ્યા 1700 ઉપર પહોંચી છે. જે અગાઉના વર્ષોમાં 1000-1200 વચ્ચે જોવા મળતી હતી. જોકે માત્ર ચાલુ વર્ષે પુરુષોની સરખામણીએ મહિલા એડવોકેટની સંખ્યા ઓછી છે, હજુ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે.

  અવારનવાર કોર્ટોમાં મહિલા જજ પ્રતિનિધિત્વનો મુદ્દો પણ ચર્ચામાં રહે છે, પરંતુ હવે પાછલા વર્ષોમાં મહિલા જજનું પ્રતિનિધિત્વ ન માત્ર હાઈકોર્ટ પરંતુ નીચેની કોર્ટમાં પણ મહિલા જજનું પ્રતિનિધિત્વ વધ્યું છે. જેથી મહિલા એડવોકેટ વધવાથી જ્યૂડીશયલ સિસ્ટમમાં મહિલા જજનું પ્રતિનિધિત્વ બાબતે હકારાત્મક આશાનું કિરણ બની શકે છે. સાથે લોકોની માન્યતામાં પણ બદલાવ આવ્યો છે, વિવિધ ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે, એજ રીતે વકીલાતના ક્ષેત્રમાં પણ મહિલાઓ આગળ આવી રહી છે.

  બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં દર વર્ષ વકીલાતની પ્રેક્ટિસ માટે રજિસ્ટર્ડ થતા એડવોકેટના આંકડા પર નજર કરવામાં આવે તો વર્ષ 1928થી 2009 સુધી બાર કાઉન્સિલમાં નોંધાયેલા એડવોકેટની સંખ્યા માંડ 1 હજારની અંદર નોંધાયેલી જોવા મળી. આ સમય ગાળામાં વર્ષ 1999માં માત્ર 1201 મહિલા એડવોકેટ નોંધાયેલ હતી. જોકે વર્ષ 2010 બાદ પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો અને વર્ષ 2010થી લઈ 2017 સુધી આ આંકડો 1 હજાર ઉપર નોંધાયો. જે બાદ વર્ષ 2018થી વર્ષ 2020 સુધી મહિલા એડવોકેટની સંખ્યા 1700 સુધી પહોંચી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 1928થી અત્યાર સુધી કુલ 1 લાખ 7 હજાર 388 એડવોકેટ નોંધાયેલ છે. જેમાં 79792 પુરુષ અને 27596 મહિલા એડવોકેટનો સમાવેશ થાય છે. ટકાવારી પ્રમાણે કુલ સંખ્યાના માત્ર 26% મહિલા અને 74% પુરૂષો છે. જેની સામે વર્ષ 2018-2020માં 35-36% વધારો જોવા મળ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW