HomeGujaratપેપર લીક કેસ:ત્રણ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર

પેપર લીક કેસ:ત્રણ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર

સંજય પટેલ, પ્રાંતિજ, સોમવાર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ખાતે આવેલ ફાર્મ હાઉસ ઉપર થી ગૌણ સેવા પસંદગી ના પેપર લીક મામલે અમદાવાદ થી ઝડપી પાડેલ દહેગામ તાલુકાના હાથીજણના શખ્સ સહિત વધુ ત્રણ આરોપીઓને ગાંધીનગર પોલીસ દ્વારા 14 દિવસના રીમાન્ડ ની માંગ સાથે પ્રાંતિજ કોર્ટમાં રજુ કર્યા હતા. પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 પ્રાપ્ત માહિતી અનુસાર બહુચર્ચિત ગૌણ સેવા પ્રસંદગી મામલે પ્રાંતિજ પોલીસ દ્વારા વધુ ત્રણ નામો ખૂલતાં આ પ્રકરણ વધુ ત્રણ આરોપીઓ મળી આવતા ગાંધીનગર પોલીસ દ્વારા દિપક મહેન્દ્ર ભાઇ પટેલ રહે. હાથીજણ તા.દહેગામ જિ.ગાંધીનગર ધંધો સીંગરવા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તથા મંગેશ શશીકાંત શીરકે રહે નવા નરોડા , અમદાવાદ ધધો- એચ.સી.જી.હોસ્પિટલ , મીઠાખળી ખાતે નાઇટ મેનેજર તથા કિશોર કાનદાસ આચાર્ય રહે.મણીપુર વડ , તા.સાણંદ , અમદાવાદ પ્રિન્ટીંગ પ્રેસ માં સુપર વાઈઝર વાળાની ગાંધીનગર એલ.સી.બી દ્વારા અટકાયત કરવામા આવી હતી.

દિપક મહેન્દ્ર પટેલે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શશીકાંત શીરેક પાસેથી મેળવી 9 લાખ રૂપિયામાં તા. 9 ડિસેમ્બરના રોજ દેવલ જશવંત પટેલ તથા જયેશ ઈશ્વરભાઇ પટેલ રહે. ઉંછા પ્રાંતિજ વાળાને આપ્યું હતું. મંગેશ શશીકાંત સીરકે એ આ પ્રશ્નપત્ર પોતાની પત્ની ના કૌટુંબિક કાકા કિશોર કાનદાસ આચાર્ય પાસે થી મેળવ્યું હતું અને કિશોર કાનદાસ આચાર્ય જે પ્રિન્ટીંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મડળ પ્રશ્નપત્ર પ્રિન્ટ કરવા આપેલ હતા તેમા પ્રિન્ટીંગ પ્રેસમાં પ્રિન્ટીંગ સુપર વાઈઝર તરીકે નોકરી કરે છે. ગાંધીનગર એલસીબી તથા જિલ્લા ડીવાયએસ કે.એસ..સૂર્યવંશી તથા પ્રાંતિજ પોલીસ દ્વારા જયેશ પટેલના વિડીયો મેસેજના આધારે આ પેપર લીક કૌભાંડના વધુ ત્રણેય આરોપીઓને અમદાવાદ ખાતે ઝડપી પાડી હતા.

જેમા પ્રાંતિજ પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ મા બી.જી.સોલંકી ના ઓ સમક્ષ દિપક , મંગેશ અને કિશોર કોર્ટ મા રજુ કરવામા આવ્યા હતા અને પોલીસ દ્રારા વધુ પુછપરછ માટે 14 દિવસના રીમાન્ડની માંગ કરી હતી. બન્ને પક્ષોના વકીલોએ ધારદાર રજૂઆત કરવામાં આવતાં પ્રાંતિજ કોર્ટ દ્વારા ચાર દિવસ ના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW