ગાંધીનગર, રવિવાર
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના નવા 622 કેસ આવ્યા છે. સાથે, ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાની ઝપેટમાં છેલ્લા 10 દિવસમાં 33 વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે. કેસો આવવાના કારણે શાળા સંચાલકો, વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.
સુરત શહેરમાં 15 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં નિરમા વિધા વિહાર અને ઉદગમ સ્કૂલમાં કોરોનાના કેસ આવવાના કારણે કેટલાક દિવસો માટે ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. જે શાળાઓમાં કેસ આવ્યા છે ત્યાં બધા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવા પણ સૂચના આપવમાં આવી છે. વડોદરામાં પણ બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.રાજકોટમાં પણ 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જામનગરની એક શાળામાં પોઝિટિવ કેસ આવતાં શાળાને 10 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. દેવભૂમિ દ્રારકાના ખંભાળિયામાં પણ શાળાને બંધ કરી વધારે ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

